Ahmedabad News/ અમદાવાદમાં નિવૃત DySP પર ગંભીર આરોપ: વિવાદિત જમીન પર ઉભું કર્યું કરોડોની કમાણીનું સામ્રાજ્ય

Ahmedabad Land Dispute: અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં વિવાદિત જમીન મામલે નિવૃત DySP પર ખોટા દસ્તાવેજો, ગેરકાયદે સ્ટોલ અને લાખોની ઉઘરાણીના ગંભીર આરોપો સામે આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Land Dispute: 500 કરોડની જમીન વિવાદમાં નિવૃત DySPનું નામ

Ahmedabad News: અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી કરોડોની વિવાદિત જમીન (Ahmedabad Land Dispute)ને લઈને થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિવૃત DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણે (DySP Ashok Singh Chauhan) પોતાની માલિકીની ન હોવા છતાં વિવાદિત જમીનનો ઉલ્લેખ રિટર્નમાં કર્યો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે જમીન પર કબ્જો જમાવવાનો પ્રયાસ થયો હોવાના આરોપો લાગ્યા છે.

Ahmedabad Land Dispute:500 કરોડની જમીન વિવાદ

મળતી માહિતી મુજબ, નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી અંદાજે 500 કરોડથી વધુ કિંમતની જમીન (Ahmedabad Land Dispute) પર અશોકસિંહ ચૌહાણ (DySP Ashok Singh Chauhan) અને તેમના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટમાં થયેલી કાર્યવાહી દરમિયાન આ દાવાઓ ફગાવી દેવામાં આવ્યા હતા. કોર્ટમાં કેસ હાર્યા છતાં અનેક વખત ફરી દાવો કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આક્ષેપ મુજબ, જમીન (Ahmedabad Land Dispute) હાથમાંથી ન નીકળી જાય તે માટે વર્ષ 2021માં અશોકસિંહ ચૌહાણે (DySP Ashok Singh Chauhan) પોતાની પત્ની માલદેવી અને પુત્રી ખ્યાતિના નામે “સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશન” નામનો ટ્રસ્ટ બનાવી ROCમાં નોંધણી કરાવી હતી. બાદમાં આ ટ્રસ્ટના નામે વિવાદિત જમીન પર વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ જમીન (Ahmedabad Land Dispute) પર ત્રણ વ્યક્તિઓને માસિક આશરે ₹25 લાખના ભાડે જગ્યા આપવામાં આવી હતી. ત્યારબાદ નહેરુનગર પાથરણા બજારના નામે ભાગીદારીમાં 200થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્ટોલ ચલાવવા માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી.AMCની નોટિસ બાદ ભાડુઆતો દ્વારા જમીનના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દસ્તાવેજો ન આપતા વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ભાડુઆતો દ્વારા નિવૃત DySP વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, સ્ટોલ ભાડે આપવાના નામે અનેક વેપારીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. દરેક સ્ટોલધારક પાસેથી ડિપોઝિટ અને ભાડાના નામે આશરે ₹75 હજાર લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ તમામ રકમ “સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશન”ના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ટ્રસ્ટની રચના અને સંચાલન અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. ટ્રસ્ટમાં નિવૃત DySP અને તેમના પરિવારજનો જ ડિરેક્ટર તરીકે નોંધાયેલા હોવાથી સેવા અને કલ્યાણના હેતુથી બનાવાયેલા ટ્રસ્ટમાં પરિવારનું જ પ્રભુત્વ કેમ છે તે મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.હાલ સમગ્ર મામલે પોલીસ તેમજ સંબંધિત એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જમીન, ટ્રસ્ટ અને નાણાકીય વ્યવહારો અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસે ધક્કા મારી લઈ ગયા

આ પણ વાંચો:વડોદરામાં બેદરકારી બની જીવલેણ: નિવૃત્ત DySPના પુત્રના મોત મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

આ પણ વાંચો:વડોદરા કોર્પોરેશનની બેદરકારીથી ડ્રેનેજ હોલમાં ખાબકતા નિવૃત્ત DySPના પુત્રએ જીવ ગુમાવ્યો