Gir Somnath News/ ગીરમાં સિંહોના સંક્રમણ લઈને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એક્શનમાં

Arjun Modhwadia Gir Visit: વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીરમાં સિંહોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા જામવાળા, બાબરિયા અને જસાધાર સેન્ટરની મુલાકાત લીધી. છેલ્લા 3 દિવસમાં એકપણ સિંહનું મોત નહીં.

Gujarat Top Stories Others
Arjun Modhwadia Gir Visit

Arjun Modhwadia Gir Visit: એશિયાઈ સિંહોના ગઢ ગણાતા ગીરના જંગલોમાં વન્યજીવોના સ્વાસ્થ્ય અને સંક્રમણની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા વાયરસ સંક્રમણની વર્તમાqન સ્થિતિની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવા માટે ગીરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને ઉચ્ચ વન અધિકારીઓ તથા પશુચિકિત્સકો (વેટરનરી ડોક્ટર્સ) ની ટીમો સાથે મેરેથોન બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી.

Arjun Modhwadia Gir Visit

Gir :છેલ્લા 3 દિવસમાં એકપણ સિંહનું મૃત્યુ નહીં

સમીક્ષા બેઠક બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગીરમાં વાયરસ સંક્રમણની સ્થિતિ હવે સંપૂર્ણપણે કાબૂમાં છે. વન વિભાગ દ્વારા સમયસર અને યુદ્ધના ધોરણે લેવામાં આવેલા અસરકારક આઈસોલેશન તેમજ સારવારના પગલાંઓને કારણે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે.

24 કલાક સિંહોના સ્વાસ્થ્ય પર બાજ નજર

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સ્થિતિ કાબૂમાં હોવા છતાં વન વિભાગ કોઈપણ પ્રકારની ઢીલાશ મૂકવા માંગતું નથી. સાવચેતી અને આગોતરી સતર્કતાના ભાગરૂપે વન વિભાગની ટ્રેકિંગ ટીમો, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફ ચોવીસે કલાક (24*7) જંગલમાં કાર્યરત છે અને સિંહોના આરોગ્ય પર સેટેલાઇટ તેમજ ગ્રાઉન્ડ લેવલથી સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને વન વિભાગ ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે.

Arjun Modhwadia Gir Visit

ગ્રાઉન્ડ પર લડતી ટીમો અને પશુચિકિત્સકોને મંત્રીએ બિરદાવ્યા

મુલાકાત દરમિયાન વન મંત્રીએ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જંગલની વચ્ચે રહીને સિંહોની જિંદગી બચાવવા દિવસ-રાત એક કરનાર વન વિભાગના તમામ અધિકારીઓ, ગ્રાઉન્ડ સ્ટાફ, ટ્રેકર્સ અને પશુચિકિત્સકોના સમર્પણને મુક્તકંઠે બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગીરના જંગલોમાં ગુંજતી સિંહોની આ ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત સંભળાતી રહે તે માટે મેદાનમાં કાર્યરત તમામ ટીમોની અવિરત મહેનત પ્રશંસનીય છે અને સરકાર તેમની કામગીરીને અભિનંદન પાઠવે છે.


આ પણ વાંચો: ગીરમાં CDV વાયરસના ખતરા વચ્ચે 7 સિંહોના કરુણ મોત, વન વિભાગમાં ભારે દોડધામ

આ પણ વાંચો: ગીરના જંગલમાં ફરી ભેદી રોગનો કહેર: CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત, વન વિભાગ હાઈ એલર્ટ પર

આ પણ વાંચો: ગીર સોમનાથના એસટી બસ સ્ટેન્ડ પર સિંહોનો એક ઝુંડ આવ્યું, વિડિયો જુઓ