Varanasi Bulldozer Action 2026: ઉત્તર પ્રદેશના વારાણસીમાં અડધી રાતે વહીવટીતંત્ર અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક બહુ મોટી બુલડોઝર એક્શન લેવામાં આવી છે. કાશી રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનની આસપાસના અનેક ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આદમપુર વિસ્તારમાં રેલવેની જમીન પર બનેલું એક હનુમાન મંદિર તેમજ અજગૈબ શહીદ મસ્જિદ અને કબ્રસ્તાન સાથે સંકળાયેલા ગેરકાયદે બાંધકામો પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું હતું. માત્ર એક કલાકની અંદર તમામ ચિહ્નિત દબાણો દૂર કરી દેવાયા હતા.
Varanasi માં રાતે વિસ્તાર સુરક્ષા છાવણીમાં ફેરવાયો
આ મોટી ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંપૂર્ણ વિસ્તારને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.
ચુસ્ત બંદોબસ્ત: સ્થાનિક પોલીસ, પીએસી (PAC) અને આરપીએફ (RPF) ના જવાનો મોટી સંખ્યામાં તહેનાત કરાયા હતા.
નો-એન્ટ્રી ઝોન: ઘટનાસ્થળની આસપાસ લગભગ 1 કિલોમીટરના દાયરામાં મજબૂત સુરક્ષા ઘેરો ગોઠવી દેવાયો હતો અને મીડિયા કર્મચારીઓને પણ ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે રેલવેની આશરે 47.26 એકર જમીન પર મોટું વિકાસ કાર્ય થવાનું છે, જેની આસપાસની જમીન માટે રેલવે અને સ્થાનિક પક્ષો વચ્ચે લાંબા સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો.
₹336 કરોડના ખર્ચે કાશી સ્ટેશન બનશે મલ્ટી-મોડલ ટર્મિનલ
આ સમગ્ર બુલડોઝર એક્શન પાછળનું મુખ્ય કારણ કાશી(Varanasi) રેલવે સ્ટેશનનો નવો કાયાકલ્પ પ્રોજેક્ટ છે. આ સ્ટેશનને આશરે 336 કરોડ રૂપિયાના ખર્ચે એક હાઈ-ટેક મલ્ટી-મોડલ ઈન્ટર મોડલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે, બસ અને વોટર ટ્રાન્સપોર્ટ (જળ પરિવહન) ને એકબીજા સાથે કનેક્ટ કરવાનો છે, જેથી મુસાફરોને બધી જ પરિવહન સુવિધા એક જ જગ્યાએથી મળી રહે. આ નવું સ્ટેશન બિલકુલ એરપોર્ટ જેવું આધુનિક દેખાશે.
નમો ઘાટ અને જળ પરિવહન સાથે સીધું કનેક્શન
નવા બનનારા આ ટર્મિનલ સ્ટેશન પર યાત્રીઓ માટે આધુનિક ટિકિટ કાઉન્ટર, વૈભવી ફૂડ પ્લાઝા, આરામદાયક રિટાયરિંગ રૂમ અને અંડર-ગ્રાઉન્ડ પાર્કિંગ જેવી તમામ વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. કાશી સ્ટેશન ગંગા નદીના પૂર્વ કિનારે આવેલું હોવાથી, તેને વોટર ટ્રાન્સપોર્ટના માધ્યમથી સીધું જ પ્રખ્યાત ‘નમો ઘાટ’ અને વારાણસીના અન્ય ઘાટો સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વારાણસી(Varanasi) શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને ધાર્મિક પ્રવાસીઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ મળશે.
આ પણ વાંચો: ભારત બનશે સુપરફાસ્ટ! દિલ્હી-વારાણસી અને મુંબઈ-પુણે સહિત 7 રૂટ પર હાઈ-સ્પીડ રેલને મંજૂરી
આ પણ વાંચો: આતંકવાદીઓ અયોધ્યામાં વિસ્ફોટના નાપાક ઈરાદા, ત્યાં સ્લીપર મોડ્યુલ સક્રિય થયું, વારાણસી પણ હતું નિશાને
આ પણ વાંચો: વારાણસીમાં ઈન્ડિગોના પાયલટેનો મેડે કોલ, હવામાં થયુ ફ્યુલ લીક, 4 મિનિટમાં કરાઇ ઇમરજન્સી લેન્ડિંગ
