Surat News: સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન કચેરીમાં આજે એક શરમજનક ઘટના સામે આવી છે. વસ્તી ગણતરીની કામગીરીને લઈને અધિકારી અને કર્મચારી વચ્ચે શરૂ થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં મારામારી (Surat Katargam Zone Fight) સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મનપાના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે.
Surat Katargam Zone Fight:લાતો-મુક્કા અને પટ્ટાબાજી
મળતી માહિતી મુજબ, કતારગામ ઝોન ઓફિસમાં વસ્તી ગણતરીની કામગીરીની વહેંચણી અને ડેટા સંબંધિત મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ સર્જાયો હતો. શરૂઆતમાં ઓફિસની અંદર બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં મામલો વધુ ઉગ્ર બનતાં બંને ઝઘડતાં ઝઘડતાં પાર્કિંગ વિસ્તાર સુધી આવી પહોંચ્યા હતા.
પાર્કિંગ વિસ્તારમાં જાહેરમાં જ બંને વચ્ચે લાતો અને મુક્કાબાજી (Surat Katargam Zone Fight) શરૂ થઈ ગઈ હતી. ત્યાં હાજર અન્ય સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ કંઈ સમજે તે પહેલાં જ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઘટનાનો વીડિયો પણ કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ હતી કે એક અધિકારીએ પોતાનો પટ્ટો કાઢી હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. સરકારી કચેરીના પરિસરમાં જ આ પ્રકારની મારામારી (Surat Katargam Zone Fight) થતા અરજદારો અને સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ વીડિયો સામે આવ્યા બાદ મનપાના ઉચ્ચ અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીમાં જવાબદાર કર્મચારીઓ જ જો જાહેરમાં શિસ્તભંગ કરે તો સામાન્ય નાગરિકો સામે શું સંદેશ જાય? હાલ સમગ્ર મામલે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં સંડોવાયેલા અધિકારી અને કર્મચારી સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહેશે.
આ પણ વાંચો:સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરતમાં TRB જવાન અને ટેમ્પોચાલક વચ્ચે મારામારી, જવાનને ફરજ પરથી દૂર કરાયો
