Navsari News: નવસારી જિલ્લાના ધારગિરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વર્ષોથી બંધ પડેલી એક કારમાંથી બે નાના બાળકોના મૃતદેહ (Children Dead Inside Car,) મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
Children Dead Inside Car:ભેદી સંજોગોમાં મળ્યા મૃતદેહ
મળતી માહિતી મુજબ, વિસ્તારમાં કચરો વીણવા ગયેલી એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઉભેલી બંધ કારમાંથી દુર્ગંધ આવતાં તેણે નજીક જઈ તપાસ કરી હતી. કારની અંદર બે બાળકો બેભાન (Children Dead Inside Car,) હાલતમાં દેખાતા તેણે તરત જ સ્થાનિકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બંને બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત (Children Dead Inside Car,) જાહેર કર્યા હતા. મૃત બાળકોની ઉંમર અંદાજે પાંચ અને ત્રણ વર્ષ હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં બાળકો બંધ કારમાં ગૂંગળાઈ જવાથી મોતને ભેટ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઘટનાની સાચી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ બાળકો કાર સુધી કેવી રીતે પહોંચ્યા અને કેટલા સમયથી અંદર હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી દીધી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે વ્યથા જોવા મળી રહી છે.
આ પણ વાંચો:અમરેલીમાં કારમાં ફસાઈ જતાં ચાર બાળકોના ગૂંગળામણથી મોત
આ પણ વાંચો:ગુજરાતમાં અલગ-અલગ ઘટનામાં બે બાળકોના કમકમાટી ભર્યા મોત, કાર ચાલકની ગંભીર બેદરકારી
આ પણ વાંચો:ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી ભીષણ આગ, 10 બાળકોના મોત, બચાવ કાર્ય ચાલુ
