Mango Desserts Recipes 2026: ઉનાળાની ઋતુ આવતા જ કેરી ખાવાની મજા દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ જો આ કેરીમાંથી બનેલા ક્રીમી અને સ્વીટ ડેઝર્ટ્સ મળી જાય તો સ્વાદ બમણો થઈ જાય છે. હોમ શેફ્સની આ ખાસ મેંગો સ્વીટ ડેઝર્ટ રેસિપી સ્વાદ અને ક્રિએટિવિટીનું શાનદાર કોમ્બિનેશન છે. જો તમે આ સીઝનમાં કેરીમાંથી કંઈક નવું, લજ્જતદાર અને ખાસ ટ્રાય કરવા માંગો છો, તો આ રેસિપીઝ તમારા માટે એકદમ પરફેક્ટ છે.
મેંગો મલાઈ રોલ્સ
એનાની આ મેંગો મલાઈ રોલ્સ રેસિપી સ્વાદિષ્ટ અને મોંમાં ઓગળી જાય તેવું સમર ડેઝર્ટ છે.
સામગ્રી:
1 કેરી
1 લીટર દૂધ
4 ચમચી ફ્રેશ ક્રીમ
3 ચમચી પીસેલી ખાંડ
કેસરના થોડા તાંતણા
1 કપ માવો
6-8 બ્રેડ સ્લાઈસ
ગાર્નિશિંગ માટે ચેરી અને કેરીના ટુકડા
બનાવવાની રીત:
સૌથી પહેલા દૂધ ઉકાળો, તેમાં કેસર અને ખાંડ ઉમેરીને દૂધ અડધું થાય ત્યાં સુધી પકાવો. પછી તેને ઠંડુ થવા દો.
કેરીના ટુકડા કરીને બ્લેન્ડરમાં પીસીને પ્યુરી બનાવી લો.
એક બાઉલમાં અડધી મેંગો પ્યુરી, ફ્રેશ ક્રીમ અને પીસેલી ખાંડ મિક્સ કરો.
બ્રેડ સ્લાઈસની કિનારીઓ કાપી લો અને તેના પર મેંગો ક્રીમનું મિશ્રણ લગાવો.
માવાના નાના ભાગ લઈને રોલ બનાવો અને તેને બ્રેડ પર રાખીને રોલ કરી લો.
બધા રોલ્સને એક ટ્રેમાં ગોઠવો.
બાકીની મેંગો પ્યુરીને ઘટ્ટ કરેલા દૂધમાં (રિડ્યુસ્ડ મિલ્ક) મિક્સ કરીને રોલ્સ પર રેડો. કેરીના ટુકડા અને ચેરીથી સજાવીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.
મેંગો પુડિંગ
આ મેંગો(Mango) પુડિંગ રેસિપી ઉનાળા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સરળ ડેઝર્ટ છે.
સામગ્રી:
2 પાકી કેરી
3-4 ચમચી ખાંડ
6-8 બ્રેડ સ્લાઈસ
1/2 કપ તાજી મલાઈ
1 બારીક સમારેલી કેરી
2 ચમચી ટૂટી ફ્રૂટી
બનાવવાની રીત:
સૌથી પહેલા કેરીને(Mango) કાપીને તેના ટુકડા કરી લો.
કેરીના ટુકડાને ખાંડ સાથે મિક્સરમાં ઉમેરીને સ્મૂધ પીસી લો.
એક બાઉલમાં સૌથી પહેલા નીચે કેરીનું તૈયાર કરેલું મિશ્રણ ફેલાવો.
તેની ઉપર બ્રેડ સ્લાઈસનું એક લેયર (સ્તર) ગોઠવો.
ત્યારબાદ ફરીથી ઉપર કેરીનું મિશ્રણ રેડો અને ફરી એકવાર બ્રેડ સ્લાઈસ રાખો.
હવે તેના પર સમારેલી કેરીના ટુકડા ફેલાવો અને ઉપરથી વધુ એક બ્રેડ સ્લાઈસનું લેયર લગાવો.
છેલ્લે ઉપરથી તાજી મલાઈ અને કાપેલી કેરીના ટુકડા ઉમેરીને ટૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરો. થોડીવાર ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરો.
Mango સાબુદાણા લાડુ
આ રેસિપી કેરીમાંથી બનેલી એક એકદમ યુનિક અને હેલ્ધી મીઠાઈ છે.
સામગ્રી:
1 કપ કેરીના ટુકડા
1/2 કપ પલાળેલા સાબુદાણા
1 કપ નાળિયેરનું છીણ (બૂરું)
1/2 કપ મિલ્ક પાવડર
2 ચમચી ઘી
2 ચમચી સમારેલા ડ્રાય ફ્રૂટ્સ
બનાવવાની રીત:
કેરીના ટુકડા અને પલાળેલા સાબુદાણાને મિક્સરમાં સાથે ઉમેરીને બારીક પીસી લો.
એક પેનમાં નાળિયેરનું છીણ ઉમેરીને હલકું સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેમાં કેરી(Mango) અને સાબુદાણાનો તૈયાર કરેલો પલ્પ ઉમેરો.
ત્યારબાદ મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો અને એક ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
આ મિશ્રણને એક પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ થવા દો.
સહેજ ઠંડુ થાય એટલે તેમાં ઘી અને સમારેલા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરો.
હવે તેમાંથી નાના-નાના લાડુ વાળી લો અને આ લાડુને કોરા નાળિયેરના છીણમાં લપેટીને કોટિંગ કરીને સર્વ કરો.
આમ એ ક્રંચ સિમ્ફની
આ ડેઝર્ટ ખાવામાં અત્યંત લજ્જતદાર અને બાકીની મીઠાઈઓથી એકદમ અલગ અને પ્રીમિયમ છે.
સામગ્રી:
1 વાટકી ઓટ્સ
2 ચમચી સમારેલી બદામ
1 ચમચી મગજતરીના બી (મેલન સીડ્સ)
સ્વાદાનુસાર ખાંડ
1/2 કપ Mango નો પલ્પ
1/4 ચમચી તજનો પાવડર (દાલચીની)
1 ચમચી દેશી ઘી
1 ચમચી ઓગાળેલું બટર
1/2 કપ ગરમ દૂધ
કેસરના થોડા તાંતણા
1 કપ હંગ કર્ડ (બાંધેલું ગળેલું દહીં)
સમારેલા ડ્રાય ફ્રૂટ્સ
બનાવવાની રીત:
એક બાઉલમાં ઓટ્સ, બદામ, મગજતરીના બી, ખાંડ, કેરીનો(Mango) પલ્પ, તજનો પાવડર, ઘી અને બટર બરાબર મિક્સ કરો.
આ મિશ્રણને મફિન ટ્રે (Muffin Tray) માં નાખીને નાની વાટકી જેવો આકાર આપો અને તેને બેક (Bake) કરી લો.
ગરમ દૂધમાં કેસર ઉમેરીને એકબાજુ રાખી દો.
હવે હંગ કર્ડને બરાબર ફેંટી લો, ત્યારબાદ તેમાં ખાંડ અને કેસરવાળું દૂધ મિક્સ કરીને તેને એકદમ ક્રીમી ટેક્સચર આપો.
બેક કરેલો ઓટ્સનો બેઝ ઠંડો થાય એટલે તેની ઉપર આ તૈયાર કરેલી ક્રીમ ઉમેરો.
ઉપરથી કેરીના(Mango) ટુકડા અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને આ ક્રંચી ડેઝર્ટ સર્વ કરો.
આ પણ વાંચો:ઢાબા સ્ટાઇલ પંજાબી કઢી પકોડા બનાવવાની પરફેક્ટ રીત, જાણી લો ઘરે બનાવવાની ટિપ્સ
આ પણ વાંચો : બજાર જેવો જ ટેસ્ટી ‘મિક્સ ફ્રૂટ જામ’ હવે ઘરે બનાવો, કેમિકલ વગર મિનિટોમાં થશે તૈયાર
આ પણ વાંચો: દાદી-નાનીની સ્ટાઈલમાં બનાવો લીલા વટાણાનું ચટાકેદાર અથાણું, રોટલી-પરોઠાનો સ્વાદ થઈ જશે બમણો




