Breaking News: અમદાવાદ શહેરના ગોતા અને થલતેજ વોર્ડ હેઠળ આવતા ઘાટલોડિયા વિસ્તારમાં દૂષિત પાણી (Ghatlodia Dirty Water)ની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આકાંક્ષા ફ્લેટ સહિત અનેક સોસાયટીઓમાં રોગચાળો ફેલાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિની ગંભીરતા વચ્ચે ગોતા વોર્ડના ભાજપના કોર્પોરેટરો કેતન પટેલ અને હેમાબેન પટેલ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશોએ તેમને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી.
“સમયસર પગલાં લેવાયા હોત તો સ્થિતિ ન સર્જાત”
સ્થાનિક લોકોનો આરોપ છે કે પાણીની સમસ્યા અંગે અગાઉથી જ વોર્ડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. છતાં સમયસર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો દૂષિત પાણી (Ghatlodia Dirty Water) પીવા મજબૂર બન્યા અને અનેક લોકો બીમાર પડ્યા.સ્થાનિક રહીશોએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે જો શનિવાર રાત્રે અથવા રવિવાર સવારે જરૂરી કામગીરી કરવામાં આવી હોત તો આ સ્થિતિ ઊભી ન થાત.
Ghatlodia Dirty Water: મીડિયા નિવેદનોને લઈને પણ રોષ
સ્થાનિક લોકોમાં આક્રોશનું એક કારણ મીડિયા સમક્ષ આપવામાં આવેલા નિવેદનો પણ બન્યા હતા. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે પરિસ્થિતિ અંગે ખોટી માહિતી રજૂ કરવામાં આવી રહી છે.આ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી દર્શક ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે અને લોકોની ચિંતા યોગ્ય છે.
આરોગ્ય વિભાગે લીધા 19 પાણીના સેમ્પલ
આ મામલે આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી પાણી (Ghatlodia Dirty Water)ના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આકાંક્ષા ફ્લેટ સહિત આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો છે અને લોકોને ક્લોરિન ગોળીઓ પણ આપવામાં આવી છે. કુલ 19 પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ સોસાયટીઓમાંથી લેવામાં આવ્યા સેમ્પલ
આરોગ્ય વિભાગ દ્વારા નીચેની સોસાયટીઓમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે:
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. વિભાગ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી પાણી (Ghatlodia Dirty Water)ના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ઉમેદપાર્ક, શ્યામ સત્તાધાર, આકાંક્ષા, વર્ધમાન કૃપા, વંદેમાતરમ્, લક્ષ્મીનગર, શ્રીનાથ, ત્રિદેવ, સીમંધર, નવરત્ન, વિનાયક અને માંગલ્ય સોસાયટીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ગુણવત્તા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક લોકો તંત્ર સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
રહીશોનું કહેવું છે કે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો દૂષિત પાણીના કારણે આ સ્થિતિ સર્જાત નહીં. હાલ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોમાં જાગૃતિ લાવવા સાથે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
ઘાટલોડિયા વિસ્તાર મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર સાથે જોડાયેલો હોવાથી સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક લોકો હવે શુદ્ધ પાણી, આરોગ્ય સુરક્ષા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પાણી માટે હાહાકાર, પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન
આ પણ વાંચો:શરીર પર મચ્છરદાની અને દૂષિત પાણી સાથે કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ ભરી વિરોધ
આ પણ વાંચો:પાણીજન્ય રોગચાળા સામે VMC એક્શનમાં! દૂષિત પાણી મુદ્દે રાજકારણ ગરમાયું
