Gujarat News/ રાજ્યસભાની ટિકિટ મુદ્દે ભાજપ સામે ઠાકોર સમાજનો રોષ, નવઘણજી ઠાકોરે આપી 2027ની ચેતવણી

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત (Rajya Sabha Election Gujarat)ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ ન મળ્યાનો આક્ષેપ કરી નવઘણજી ઠાકોરે ભાજપ સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Rajya Sabha Election Gujarat:નવઘણજી ઠાકોરે કહ્યું- 2027માં જવાબ મળશે

Gujarat News: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election Gujarat)ને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે વિવિધ સમાજો અને સંગઠનો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) રાજ્યસભાની ટિકિટ મુદ્દે ભાજપ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

નવઘણજી ઠાકોરે જણાવ્યું કે રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી હોય કે સંગઠનની રચના, ઠાકોર સમાજને સતત અવગણવામાં આવે છે.

Rajya Sabha Election Gujarat: રાજ્યસભાની ટિકિટ મુદ્દે ઉઠ્યા સવાલ

તેમણે તાજેતરમાં જાહેર કરાયેલા રાજ્યસભા (Rajya Sabha Election Gujarat)ના ઉમેદવારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જાહેર થયેલા નામોમાં ઠાકોર સમાજના કોઈ પ્રતિનિધિને સ્થાન આપવામાં આવ્યું નથી. આ મુદ્દે સમાજમાં અસંતોષ વ્યાપક બન્યો હોવાનું તેમણે જણાવ્યું. નવઘણજી ઠાકોરના મતે રાજ્યની મોટી વસ્તી ધરાવતા સમાજને નિર્ણય પ્રક્રિયામાં યોગ્ય સ્થાન મળવું જોઈએ અને રાજકીય પ્રતિનિધિત્વમાં પણ તેનો યોગ્ય હિસ્સો હોવો જોઈએ.

સંગઠન અને નિમણૂકોમાં પણ અવગણનાનો આક્ષેપ

રાજ્યસભા (Rajya Sabha Election Gujarat)ની ટિકિટ ઉપરાંત ભાજપ (BJP) સંગઠન, વિવિધ બોર્ડ-નિગમોની નિમણૂકો અને વહીવટી ક્ષેત્રે પણ ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી તેવી લાગણી સમાજમાં હોવાનું તેમણે જણાવ્યું.તેમણે કહ્યું કે સમાજ લાંબા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી.

2027ની ચૂંટણીને લઈને ચેતવણી

નવઘણજી ઠાકોરે  (Navghanji Thakor) જણાવ્યું કે હજુ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને જો પક્ષ ઈચ્છે તો યોગ્ય પ્રતિનિધિત્વ આપી શકે છે. જો સમાજની લાગણીઓ અને માંગણીઓને અવગણવામાં આવશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેની રાજકીય અસર જોવા મળી શકે છે.તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જોકે ભાજપ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

રાજકીય સમીકરણો પર નજર

રાજ્યસભાની ચૂંટણી પહેલાં સામે આવેલા આ નિવેદનને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પક્ષ અને સમાજ વચ્ચે કોઈ ચર્ચા થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

આ પણ વાંચો:રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ તેજ, અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા

આ પણ વાંચો:ગુજરાતની રાજ્યસભાની બે બેઠક પડી ખાલી, ભાજપ વહેલી ચૂંટણી કરાવવાના મૂડમાં