Surat News: સુરતના સરથાણા નેચર પાર્ક (Surat Sarthana Nature Park)માં એક મુલાકાતી યુવકની બેદરકારીભરી અને શરમજનક હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં એક યુવક પાર્કમાં રાખવામાં આવેલા વાઘને ઉશ્કેરવાના પ્રયાસરૂપે તેની તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. ઘટનાએ પ્રાણીપ્રેમીઓ તેમજ નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.
Surat Sarthana Nature Park:યુવકની શરમજનક હરકત વાયરલ
મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારના રોજ બની હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં યુવક વાઘના એન્ક્લોઝર નજીક ઉભો રહી તેની પ્રતિક્રિયા મેળવવાના ઇરાદાથી પથ્થરમારો કરતો દેખાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર અન્ય મુલાકાતીઓએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ સરથાણા નેચર પાર્ક (Surat Sarthana Nature Park)ના તંત્રએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. પાર્કના ઇન્ચાર્જ અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા ટીમ તરફથી પ્રાથમિક રિપોર્ટ મેળવી લેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.
તંત્ર દ્વારા પાર્કમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વાયરલ થયેલા વીડિયોના આધારે પણ આરોપીની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
વન્યજીવોને હેરાન કરવા, તેમને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવા અથવા તેમની સુરક્ષાને જોખમમાં મૂકવા જેવા કૃત્યોને કાયદા હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
હાલ સરથાણા નેચર પાર્ક (Surat Sarthana Nature Park)નું તંત્ર અને સંબંધિત વિભાગો સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિ સામે જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:ગીરમાં 12 સિંહોના મોત બાદ ચિંતા વધી, CDV વાયરસનો ખતરો? MPના વાઘ પર પણ સંક્રમણનું સંકટ
આ પણ વાંચો:ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ
આ પણ વાંચો:વાઘની વચ્ચે માણો સુંદર સૂર્યાસ્તનો નજારો, યુપીની આ જગ્યા સામે ગોવા પણ ફિક્કું પડશે
