New Delhi: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) બાદ હવે એક નવી પહેલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જૂએ ‘ઈશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party) નામના એક નવા ડિજિટલ અભિયાનની જાહેરાત કરી છે, જેને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પૂર્વ જજ માર્કંડેય કાત્જૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ‘ઈશ્ક કરો પાર્ટી’નો હેતુ લોકો વચ્ચે પ્રેમ, એકતા અને સામાજિક સૌહાર્દ વધારવાનો છે. તેમણે રસ ધરાવતા યુવાનો અને નાગરિકોને આ પહેલ સાથે જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું છે.
Ishq Karo Party: શું છે ‘ઈશ્ક કરો પાર્ટી’નો હેતુ?
કાત્જૂના જણાવ્યા મુજબ આ કોઈ મજાક કે માત્ર પ્રેમ સંબંધોને પ્રોત્સાહન આપતી પહેલ નથી. તેમના મતે દેશમાં ગરીબી, બેરોજગારી, કુપોષણ, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવી અનેક ગંભીર સમસ્યાઓ છે, જેના ઉકેલ માટે સમાજમાં એકતા જરૂરી છે.તેમણે પોતાના સંદેશમાં ભારપૂર્વક જણાવ્યું કે જાતિ, ધર્મ, ભાષા અને સમુદાયના આધારે ઉભા થયેલા ભેદભાવ દૂર કરીને લોકોમાં પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના વિકસાવવી સમયની માંગ છે.
https://x.com/mkatju/status/2063798990228090990?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063798990228090990%7Ctwgr%5Ecc3abd0bb5f7198384c8cac51f85877dd71a7389%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Findia%2Fafter-cockroach-janata-party-now-ishq-karo-party-former-supreme-court-judge-announces-480822
સમાજમાં એકતા વધારવાનો પ્રયાસ
પૂર્વ જજે જણાવ્યું કે દેશના અનેક પ્રશ્નોના મૂળમાં સામાજિક વિભાજન જવાબદાર છે. આવા સમયે લોકો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધારવા માટે ‘ઈશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party) એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. તેમના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સકારાત્મક સંવાદ અને એકતા સ્થાપિત કરવાનો છે.
CJP અને અભિજીત દીપકે પર કાત્જૂના નિવેદન
માર્કંડેય કાત્જૂએ પોતાની કેટલીક પોસ્ટમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) ના સ્થાપક અભિજીત દીપકે અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે દીપકે ઉઠાવેલા કેટલાક મુદ્દાઓ અને માંગણીઓ અંગે અસહમતિ વ્યક્ત કરી હતી.અત્રે નોંધનીય છે કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને લઈને અભિજીત દીપકે (Abhijeet Deepke) કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી હતી. આ મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.
સોશિયલ મીડિયા પર નવી સ્પર્ધા?
CJP સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બની હતી અને લાખો લોકો સુધી પહોંચી હતી. હવે ‘ઈશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party) ની જાહેરાત બાદ ચર્ચા એ છે કે શું આ નવી પહેલ પણ સોશિયલ મીડિયા પર એટલી જ લોકપ્રિયતા મેળવી શકશે કે નહીં.આગામી દિવસોમાં લોકો આ અભિયાનને કેવી રીતે સ્વીકારે છે અને તેનું સામાજિક પ્રભાવ કેટલું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી, યુવાઓને સાચી માહિતી પહોંચાડવાની આપી સલાહ
આ પણ વાંચો:હાઈકોર્ટનો કોકરોચ જનતા પાર્ટીને ઝટકો, વિવાદાસ્પદ પોસ્ટના કારણે X એકાઉન્ટ ચાલુ કરવાનો ઇનકાર
