Vadodara accident news/ વડોદરામાં હરણી ગદા સર્કલ પાસે અકસ્માતમાં શ્રમિકનું મોત

વડોદરા હરણી ગદા સર્કલ પાસે અકસ્માતમાં શ્રમિકનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બસ અને બાઇક વચ્ચે સર્જાયો હતો. બસની નીચે આવી જવાના કારણે શ્રમિકનું કમકમાટીભર્યુ મોત થયુ હતુ.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News:  વડોદરા હરણી ગદા સર્કલ પાસે અકસ્માત (Vadodara Accident)માં શ્રમિકનું મોત (Labour Death) નીપજ્યું છે. આ અકસ્માત બસ અને બાઇક વચ્ચે સર્જાયો હતો. બસની નીચે આવી જવાના કારણે શ્રમિકનું કમકમાટીભર્યુ મોત થયુ હતુ. અકસ્માત સર્જીને એસટી બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક શ્રમજીવી મૂળ ખંભાતનો હોવાનું સામે આવ્યું હતું શ્રમિક ખાનગી સાઇડ પર કામ કરતો હોવાની માહિતી મળી છે. અકસ્માતના પગલે હરણી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે શ્રમિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.

પોલીસે મૃતકની ઓળખ સુનિશ્ચિત કરવાનું શરૂ કરીને અકસ્માતના સ્થળે સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડ્યા છે. પોલીસ તેના આધારે ભાગી ગયેલા એસટી બસના ડ્રાઇવરને શોધવાની કવાયત શરૂ કરી છે.

આ અગાઉ 29મી એપ્રિલના રો વડોદરાના નેશનલ હાઈવે-48 પર જામ્બુવા બ્રિજ પાસે મંગળવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં (Car Accident) સુરતના પાંચ યુવકોની કાર અને આઈસક્રીમ લોડેડ આઈસર વાહન વચ્ચે જોરદાર અથડામણ થતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે અન્ય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે બેકાબૂ થઈને ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી ગઈ અને આઈસર વાહન સાથે અથડાઈ.

પ્રાથમિક તપાસ અનુસાર, સુરતના વરાછા વિસ્તારના પાંચ મિત્રો ભાવનગર દર્શન કરવા માટે કારમાં જઈ રહ્યા હતા. જામ્બુવા બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો. ત્યારબાદ કાર રોડના ડિવાઈડરને તોડીને વિરુદ્ધ દિશાની લેનમાં આવી ગઈ અને સામેથી આવતા આઈસર વાહન સાથે જોરદાર ટક્કર થઈ હતી.

અકસ્માતની (Car Accident) તીવ્ર અસરને કારણે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે બે યુવકોને ગંભીર ઇજાઓ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે.કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત

આ પણ વાંચો:વડોદરામાં આજવા ચોકડી પાસે ભયાનક અકસ્માત, યુવતીનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ

આ પણ વાંચો:વડોદરાના પ્રતાપનગર-બરોડા ડેરી રોડ પર ONGC નજીક ભયાનક અકસ્માત, ત્રણ ઘાયલ