Gandhinagar News: ગાંધીનગરના ગિફ્ટ સિટી (Gift City Land Scam) નજીક આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈને મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ NRI વૃદ્ધ ખેડૂતની માલિકીની આશરે 18 વીઘા જમીન પર ખોટા દસ્તાવેજોના આધારે કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સમગ્ર મામલે કલેક્ટરના આદેશ બાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Gift City Land Scam:ખોટા દસ્તાવેજોનો ખુલાસો
માહિતી અનુસાર, રતનપુર ગામની સીમમાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે 190 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ફરિયાદ મુજબ જમીનના મૂળ માલિક એવા વૃદ્ધ ખેડૂતે વર્ષો અગાઉ કાયદેસર રીતે જમીન ખરીદી હતી અને રેવન્યુ રેકોર્ડમાં પણ તેમનું નામ નોંધાયેલું હતું.
જોકે, બાદમાં કેટલાક લોકો દ્વારા ખોટી પાવર ઓફ એટર્ની અને અન્ય બનાવટી દસ્તાવેજોના આધારે જમીનના માલિકી હક્કમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે કરવામાં આવેલી તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં અનેક વિસંગતતાઓ સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમીન (Gift City Land Scam,) માલિકની જાણ બહાર વેચાણ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. જમીન પર નવા માલિકીના દાવા સાથે બોર્ડ લગાડવામાં આવ્યા હોવાના મુદ્દાઓ પણ સામે આવ્યા છે. આ બાબતને લઈને જમીન માલિકે કલેક્ટર કચેરી અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી.
જમીન તકેદારી સમિતિ અને કલેક્ટર સ્તરની તપાસ બાદ સમગ્ર મામલો ગંભીર હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડભોડા પોલીસે સંબંધિત વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ (Gift City Land Scam,) સહિતના ગુનાઓ હેઠળ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રકરણમાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ અન્ય કેટલાક પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
હાલ તપાસ એજન્સીઓ દ્વારા દસ્તાવેજો, રેવન્યુ રેકોર્ડ અને સંબંધિત વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. કરોડોની જમીન સાથે જોડાયેલા આ પ્રકરણને લઈને રિયલ એસ્ટેટ અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો:મલ્ટીલેવલ માર્કેટિંગથી ઉભી કરાઈ કરોડોની ચેઇન? ગિફ્ટ સિટી કેસ ચર્ચામાં
આ પણ વાંચો:ગુજરાતમાં ગિફ્ટ સિટીની આડમાં 400 કરોડથી વધુ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ
આ પણ વાંચો:ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને વૈશ્વિક નાણાકીય હબ બનવાના માર્ગ પર ગિફ્ટ સિટી
