Rajkot News/ દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને વિવાદ સર્જાયો

દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને વિવાદ સર્જાયો છે. એક જ સમાજ અને બે સંમેલનના કારણે સમાજની અંદર પણ ગણગણાટ થવા લાગ્યો છે. 14મી તારીખે કુંવરજી બાવળિયાએ સંમેલનનું આયોજન કર્યુ છે. જ્યારે 21મી તારીખે હીરા સોલંકીએ દિલ્હીમાં સંમેલનનું આયોન કર્યુ છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને વિવાદ સર્જાયો છે. એક જ સમાજ અને બે સંમેલનના કારણે સમાજની અંદર પણ ગણગણાટ થવા લાગ્યો છે. 14મી તારીખે કુંવરજી બાવળિયાએ સંમેલનનું આયોજન કર્યુ છે. જ્યારે 21મી તારીખે હીરા સોલંકીએ દિલ્હીમાં સંમેલનનું આયોન કર્યુ છે. આના કારણે કોળી સમાજ પણ આશ્ચર્ય પામ્યો છે. બે સંમેલનને લઈને કોળી સમાજના આગેવાનોએ સવાલ કર્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષે સવાલો કર્યા છે. તેમણે પૂછ્યું હતું કે આવું કેમ થઈ રહ્યું છે.

એક જ સમાજના આગેવાનોએ એક જ સમાજના બે જુદાં-જુદા સંમેલન કેમ બોલાવ્યા છે. રાજકારણનું આંદોલન હવે છેક સમાજની અંદર સુધી ઘૂસતા સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી છે. ગુજરાતના કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આ અંગે સવાલ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની વિભાજીત માનસિકતા હોય ત્યારે બેમાંથી એકપણ સંમેલનમાં ન જવાય. સમાજમાં ભાગલા પાડવા ઇચ્છતા હોય તે આ બંને સંમેલનમાં ભાગીદાર થાય.

કોળી સમાજના બે અધિવેશનના મામલે રાજકોટમાં પણ પડઘા પડ્યા છે. કોળી સમાજના પ્રદેશ પ્રમુખનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં હીરા સોલંકી સાથે વિરેન્દ્ર કશ્યપ જોવા મળ્યા છે. આ વિડીયોમાં હીરા સોલંકીના નિવેદનથી ચર્ચા ગરમાઈ છે. કોળી સમાજનું 21મી તારીખે યોજાનારું સંમેલન વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાવવાનું છે. આ સંમેલનને હીરા સોલંકીનું સમર્થન હોવાનું કહેવાય છે. હવે 14મી તારીખે કુંવરજી બાવળિયા દ્વારા યોજનારા આ સંમેલન પછી તરત જ આ સંમેલન યોજાવવાનું હોય કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે કોલ્ડ વોર પ્રવર્તતી હોવાની અટકળો છે.

આ વિડીયોમાં હીરા સોલંકીએ સ્પષ્ટપણે કહેતા જોઈ શકાય છે કે તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. આ બતાવે છે કે કોળી સમાજ પર એકાધિકાર માટે બે બળિયા વચ્ચે હોડ ચાલી છે. આગામી દિવસોમાં કોળી સમાજ પર પ્રભુત્વ માટે હવે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા વચ્ચે કેવા-કેવા પ્રકારના કાવાદાવા રમાય તેના પર બધાની નજર રહેશે. જો કે સામાજિક આગેવાનો આ પ્રકારના વિભાજનથી ખુશ નથી.


આ પણ વાંચો : દિલ્હીમાં કોળી સમાજની સમાધાન બેઠક

આ પણ વાંચો : કાલે તળાજામાં કોળી સમાજનું મહાસંમેલન, રાજકારણ ગરમાશે

આ પણ વાંચો : બગદાણામાં કોળી સમાજની વ્યક્તિ પર હુમલાને લઈ હીરા સોલંકીની ગર્જના