Amreli News/ અમરેલીના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલો: 7 વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણના હુમલા (Amreli Lioness Attack)માં 7 વર્ષીય બાળકનું કરુણ મોત. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ, વન વિભાગે સિંહણ પકડવા કવાયત શરૂ કરી.

Gujarat Others Breaking News
Amreli Lioness Attack: સિંહણે 7 વર્ષીય બાળકને ફાડી ખાધો

Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. ગામની સીમમાં આવેલી એક વાડીમાં સિંહણના હુમલા (Amreli Lioness Attack)માં 7 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

Amreli Lioness Attack:7 વર્ષીય બાળકનું મોત

પ્રાથમિક માહિતી મુજબ, પરપ્રાંતીય પરિવારનું બાળક વાડી વિસ્તારમાં હાજર હતું ત્યારે અચાનક એક સિંહણે તેના પર હુમલો (Amreli Lioness Attack) કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે બાળકને બચાવવાની તક મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બાળકના મોતના સમાચાર ગામમાં ફેલાતા જ ભારે આક્રોશનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વન વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી માનવ વસાહતોની નજીક સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ, ACF સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ હુમલો કરનાર સિંહણને શોધી પકડવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.

વન વિભાગના સૂત્રો મુજબ હુમલો કરનાર સિંહણ (Amreli Lioness Attack) સાથે સિંહબાળ હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે તે વધુ આક્રમક બની હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ વન વિભાગ દ્વારા વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ગ્રામજનો દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો:અમરેલીમાં સતત બીજા દિવસે સિંહણના હુમલાની ઘટના

આ પણ વાંચો:વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં સિંહણને બેભાન કરવાનું ઇન્જેકશન વન કર્મચારીને વાગતા મોત