New Delhi News : કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ Dheeraj Sethને ભારતીય સેનાના આગામી ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ વાઇસ ચીફ ઑફ આર્મી સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા છે અને વર્તમાન Army Chief Upendra Dwivediનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પદભાર સંભાળશે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 30 જૂન 2024ના રોજ આર્મી ચીફ (Army Chie)તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભારતીય સેનાના વડાનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધીનો હોય છે, જેમાંથી જે પહેલું પૂર્ણ થાય તે લાગુ પડે છે.
Dheeraj Sethએ દેશના વિવિધ વ્યૂહાત્મક વિસ્તારોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ડિસેમ્બર 1986માં આર્મર્ડ કોરની પ્રતિષ્ઠિત સેકન્ડ લાન્સર્સ (ગાર્ડનર્સ હોર્સ) રેજિમેન્ટમાં કમિશન મેળવ્યું હતું. લગભગ ચાર દાયકાની લાંબી સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે દેશના વિવિધ વ્યૂહાત્મક વિસ્તારોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
તેમણે રણપ્રદેશોમાં ઓપરેશનલ કમાન્ડ, સ્ટ્રાઈક ફોર્મેશનનું નેતૃત્વ તેમજ Jammu and Kashmirમાં કાઉન્ટર-ઇન્સર્જન્સી અભિયાનોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉપરાંત તેઓ સધર્ન કમાન્ડ, સાઉથ-વેસ્ટર્ન કમાન્ડ, XXI સ્ટ્રાઈક કોર અને દિલ્હી એરિયા જેવી મહત્વપૂર્ણ સૈન્ય રચનાઓનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
ધીરજ સેઠે (Dheeraj Seth) NDA અને IMAના ભૂતપૂર્વ વિદ્યાર્થી
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે National Defence Academy (NDA) અને Indian Military Academy (IMA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની ઉત્કૃષ્ટ અને સમર્પિત સેવાઓ બદલ તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) અને અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) જેવા પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
ભારતીય સેનાના નવા વડા તરીકે તેમની નિમણૂકને દેશની સુરક્ષા વ્યવસ્થા અને સૈન્ય નેતૃત્વ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
