America-Iran Peace Deal Sparks Rift 2026: અમેરિકા(America) અને ઇરાન વચ્ચે લાંબી ગુપ્ત ચર્ચાઓ બાદ આખરે ઐતિહાસિક શાંતિ સમજૂતી (પીસ ડીલ) પર મહોર વાગી ગઈ છે. પરંતુ અમેરિકાના આ બહુ મોટા વૈશ્વિક નિર્ણયથી તેનો સૌથી પરમ મિત્ર ઇઝરાયલ બિલકુલ ખુશ નથી. ઇઝરાયલે સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે તે દક્ષિણ લેબેનોનમાંથી કોઈપણ કાળે પોતાની સેના પાછી ખેંચશે નહીં. આ જ જીદના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) વચ્ચેના ગંભીર મતભેદો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેરમાં આવી ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે કેમ સર્જાયા મતભેદ?
ઇરાન યુદ્ધ દરમિયાન બંને શક્તિશાળી નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદો ખુલ્લા પડી ગયા છે. ખાસ કરીને જ્યારે પ્રમુખ ટ્રમ્પ તેહરાન (ઇરાન) સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે લેબેનોન વિરુદ્ધ ઇઝરાયલની સતત ચાલી રહેલી સૈન્ય આક્રમકતાએ તેમાં મોટો અવરોધ ઊભો કર્યો હતો.
ટ્રમ્પ સાથેના પોતાના સંબંધો અંગે ખુલાસો કરતા પીએમ નેતન્યાહૂએ જણાવ્યું કે, “અમેરિકામાં(America) લોકો એવું કહે છે કે ટ્રમ્પ મારી દરેક વાત માને છે, જ્યારે ઇઝરાયલમાં લોકો એવું વિચારે છે કે હું તેમની દરેક વાત માનું છું. પરંતુ હકીકત એ છે કે આ બંને વાતો તદ્દન ખોટી છે. ઘણીવાર એવું બને છે કે બંને દેશોના વિચારો અને વ્યૂહરચના એક સરખી નથી હોતી.”
લેબેનોન અને પરમાણુ ડીલ પર ઇઝરાયલનું કડક વલણ
ઇઝરાયલના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી ઇઝરાઇલ કોટ્ઝે (Israel Katz) સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ લેબેનોનમાં ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સામે લડીને ઇઝરાયલી આર્મીએ (IDF) જે સેફ્ટી બફર ઝોન બનાવ્યો છે, ત્યાં સેના કોઈ પણ સમયમર્યાદા વિના તહેનાત રહેશે. અમેરિકા ભલે સીઝફાયર કરે, પણ ઇઝરાયલ જેહાદી તત્વો સામેની લડાઈ ચાલુ જ રાખશે.
ઇરાનને નેતન્યાહૂની ખુલ્લી ચેતવણી(America)
અમેરિકા-ઇરાન શાંતિ કરાર પર પ્રતિક્રિયા આપતા નેતન્યાહૂએ સોમવારે (15 June 2026) ગર્જના કરી હતી કે, “દુનિયામાં ભલે ગમે તે સમજૂતી થાય, પરંતુ ઇરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર (Nuclear Weapon) નહીં આવે. જ્યાં સુધી હું ઇઝરાયલનો પ્રધાનમંત્રી છું ત્યાં સુધી આવું ક્યારેય બનવા નહીં દઉં.” નોંધનીય છે કે, 28 February ના રોજ આ યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ ઇઝરાયલ આ વર્તમાન શાંતિ સમજૂતીનો ભાગ નથી અને તે પોતાની સુરક્ષા માટે એકલું લડવા પણ તૈયાર છે.

