Ambaji News/ અંબાજી મંદિર વિવાદમાં કોર્ટનો મોટો ફેંસલો, દાંતા મહારાણાની અરજી દંડ સાથે ફગાવાઈ

Ambaji મંદિરના વહીવટ અને માલિકી હક અંગેના કેસમાં કોર્ટે દાંતા મહારાજાની અરજી ફગાવી ₹50,000નો દંડ કર્યો છે. જાણો શું છે આ ઐતિહાસિક ચુકાદો.

Top Stories Gujarat Others
Danta Maharaja Ambaji Case

Danta Maharaja Ambaji Case: સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના વહીવટ અને માલિકી હકને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દાંતા મહારાજા દ્વારા કરવામાં આવેલી તમામ માંગણીઓ અને અરજીઓને નામંજૂર કરી દીધી છે. આ ચુકાદાથી અંબાજી મંદિર ટ્રસ્ટને મોટી રાહત મળી છે અને વહીવટી પારદર્શિતા પર મહોર વાગી છે.

Danta Maharaja Ambaji Case

શું હતો સમગ્ર કેસ?

દાંતા મહારાણા દ્વારા અંબાજી મંદિરના વહીવટ, માલિકી હક અને આવકના હિસાબ અંગે કોર્ટમાં દાદ માંગતા કેટલીક મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં મંદિર અને તેની મિલકતોમાંથી થતી આવક, નફો અને ચઢાવાનો સંપૂર્ણ હિસાબ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે તથા જો કોઈ બાકી રકમ નીકળે, તો તે મહારાણાને ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ટ્રસ્ટ કોઈ પણ મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર ન કરી શકે તેવો મનાઈહુકમ આપવાની અને મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા કોઈ ‘રીસીવર’ (યોગ્ય વ્યક્તિ) ની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

કોર્ટનો કડક વલણ અને ₹50,000નો દંડ

નામદાર કોર્ટે આ તમામ દલીલોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. ૩૦ જૂન ૨૦૨૨ના મહત્વના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે મંદિર ટ્રસ્ટનો વહીવટ કાયદેસર છે. કોર્ટે માત્ર અરજી નામંજૂર જ નથી કરી, પરંતુ દાંતા મહારાજાને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે રકમ કોર્ટમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા આદેશ આપ્યો છે.

Danta Maharaja Ambaji Case

પાલનપુર કોર્ટમાં પણ મળી પછડાટ

આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને દાંતા મહારાજાએ પાલનપુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. જોકે, ત્યાં પણ કોર્ટે તેમના દાવાને માન્ય રાખ્યો નહીં અને ફરી એકવાર અરજી ફગાવી દીધી હતી.

Ambaji મંદિર ટ્રસ્ટ માટે મોટી કાનૂની જીત

કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી અંબાજી મંદિર ટ્રસ્ટની સ્થિતિ કાનૂની રીતે અત્યંત મજબૂત થઈ છે. હવે મંદિરના વહીવટ અને સંચાલન પર કોઈ અનિશ્ચિતતા રહી નથી. ભવિષ્યમાં આવા કોઈ પણ વિવાદ માટે આ કેસ એક ‘નઝીર’ (ઉદાહરણ) તરીકે જોવામાં આવશે. ભક્તો અને ટ્રસ્ટ માટે આ સમાચાર રાહત લાવનારા છે, કારણ કે હવે મંદિરના વિકાસ કાર્યોમાં કોઈ કાનૂની અવરોધ રહેશે નહીં.


આ પણ વાંચો: અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

આ પણ વાંચો: અંબાજીના માર્ગે ગુંજશે શક્તિનો નાદ, 16 ફૂટ ઊંચા દિવ્ય ત્રિશૂલની થશે સ્થાપના

આ પણ વાંચો: અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું