Not Set/ BJP દેશમાં ગુસ્સાનો પ્રયોગ કરે છે, જયારે કોંગ્રેસ પ્રેમ અને ભાઈચારાથી આગળ વધી રહી છે : રાહુલ ગાંધી

દિલ્લી, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા ૮૪માં રાષ્ટ્રોય અધિવેશનનો શનિવારે પ્રારંભ થયો હતો. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રાહુલ ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આ અધિવેશનને તેઓએ કાર્યકરોને સંબોધ્યા હતા અને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Top Stories

દિલ્લી,

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા ૮૪માં રાષ્ટ્રોય અધિવેશનનો શનિવારે પ્રારંભ થયો હતો. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રાહુલ ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આ અધિવેશનને તેઓએ કાર્યકરોને સંબોધ્યા હતા અને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

મોદી સરકાર પર હુમલો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું, “આજે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે, લોકોના ભાઈચારાને તોડવાનું કામ કરાઈ રહ્યું છે”.

 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું,

દેશમાં આંજે લોકોને એક-બીજા સાથે લડાવવામાં આવી રહ્યા છે. જયારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હંમેશા દેશને જોડવાની વાત કરી છે.

દેશમાં બે પાર્ટીઓ છે, જેમાં એક પાર્ટી દેશમાં ગુસ્સાનો પ્રયોગ કરે છે, પરંતુ અમારી પાર્ટી પ્રેમ અને ભાઈચારાથી આગળ વધી રહી છે.

હાથના નિશાનના તાકાતથી જ દેશને આગળ ધપાવી શકાય છે.

કોંગ્રેસ પાર્ટી નવા ઈરાદાથી આગળ વધશે, યુવા લોકો પાર્ટીને ચલાવશે પરંતુ સીનીયર લોકોને સાથે લઈને જ પાર્ટી આગળ વધશે.

બીજેપી પર નિશાન સાધતા તેઓએ જણાવ્યું, અમે પોતાના સીનીયર નેતાઓને ક્યારેય ભૂલતા નથી. અમારી પાર્ટીના વરિષ્ટ નેતાઓ જેવા કે સોનિયા ગાંધી, મનમોહનસિંહ પાર્ટી માટે લડે છે.

દેશને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ નવો રસ્તો બતાવી શકે છે. જયારે દેશના ખેડૂત, મજુરો અને ગરીબ લોકો જયારે મોદી સરકારની તરફ જોવે છે ત્યારે તેઓને રસ્તો દેખાતો નથી.

મોદી સરકારમાં લોકો એ સમજી શકતા નથી કે તેઓને રોજગારી ક્યારે મળશે, ખેડૂતોનો પોતાના અધિકાર ક્યારે મળશે ?

મહત્વનું છે કે, રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કોંગ્રેસ પાર્ટીનું ૮૪મું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અધિવેશનની મુખ્ય નજર ૨૦૧૯ના લોકસભા ચૂંટણી પર હોઈ શકે છે. આ અધિવેશનમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, જનાર્ધન ત્રિવેદી સહિતના દિગ્ગજ નેતાઓ તેમજ પાર્ટીના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.