gujrat news/ ગાંધીનગર પોલીસ અને GMERS સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી

Gandhinagar પોલીસ અને GMERS સિવિલ હોસ્પિટલના અદ્ભુત સંકલનથી ગ્રીન કોરિડોર બનાવીને 24 વર્ષીય બ્રેઈન ડેડ યુવતી કાજલબેનના અંગો સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયને સલામ કર્યા છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat
Gandhinagar

Gandhinagar Police Green Corridor: માનવતા અને ત્વરિત પોલીસ સંકલનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, ગાંધીનગર (Gandhinagar) પોલીસ દ્વારા એક સફળ ‘ગ્રીન કોરિડોર’ (Green Corridor) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી એક બ્રેઈન ડેડ યુવતીના અમૂલ્ય અંગોને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડીને 3 દર્દીઓને નવજીવન આપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સંવેદનશીલ કામગીરીને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પણ હોસ્પિટલ અને પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Gandhinagarમાં 24 વર્ષીય દીકરીને ડૉક્ટરોએ જાહેર કર્યા બ્રેઈન ડેડ

ગાંધીનગરની(Gandhinagar) જી.એમ.ઇ.આર.એસ. (GMERS) જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલી 24 વર્ષની યુવતી કાજલબેન કિસ્મતભાઈ રાઠોડને તબીબો દ્વારા ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા. આ અત્યંત કપરા સમયે પણ કાજલબેનના પરિવારે ભારે હૃદયે માનવતા દાખવીને સમાજ કલ્યાણ માટે તેમના અંગદાનની (Organ Donation) લેખિત સહમતી આપી હતી. કાજલબેનના શરીરના મહત્વના અંગો જેવા કે 2 કિડની, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને લિવર અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપી શકે તેમ હોવાથી, તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવાનું નક્કી કરાયું હતું.

મિનિટોમાં એમ્બ્યુલન્સ અમદાવાદ સિવિલ પહોંચી

અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સમય ખૂબ જ કિંમતી હોવાથી, GMERS હોસ્પિટલ પ્રશાસન દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને ગ્રીન કોરિડોર આપવા વિનંતી કરાઈ હતી. પોલીસ વડાની સૂચનાથી ગાંધીનગર અને અમદાવાદ શહેરના સમગ્ર રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરાયા હતા. બંને શહેરોની ટ્રાફિક પોલીસે અરસપરસ અદભુત સંકલન જાળવીને સમગ્ર હાઈવે અને સિટી રૂટ પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જેના કારણે અંગો લઈને નીકળેલી એમ્બ્યુલન્સ વિના અવરોધે અને અત્યંત ટૂંકા ગાળામાં સુરક્ષિત રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી શકી હતી.

Gandhinagar

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારના નિર્ણયને સલામ કર્યા

આ પ્રેરણાદાયી ઘટના અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરી કાજલબેનના અકાળ અવસાન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પ્રગટ કરી હતી. તેમણે જણાવ્યું કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ અંગદાન જેવો મહાન અને હિંમતભર્યો નિર્ણય લેવા બદલ પરિવારના સભ્યોને આદરપૂર્વક સલામ છે. આ સાથે જ તેમણે સમયસૂચકતા દાખવનાર હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ ગાંધીનગર અને અમદાવાદ પોલીસના જવાનોની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.


આ પણ વાંચો :  ગાંધીનગર પોલીસ અને GMERS સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી

આ પણ વાંચો : ગોત્રીમાં ચક્કાજામ! GMERS હોસ્પિટલ બહાર કિલોમીટરો લાંબી વાહનોની લાઇન

આ પણ વાંચો : રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા