રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય,ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 21-06-2026, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ સાતમ તિથિ છે, જે બપોરે 03:20 સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ સિંહ છે, જે બપોરે 03:34 સુધી રહેશે અને ત્યારબાદ કન્યા રાશિ શરૂ થશે. મઘા નક્ષત્ર સવારે 09:31 સુધી માન્ય છે, ત્યારબાદ પૂર્વફાલ્ગુની નક્ષત્ર બેસશે. આજનો યોગ સિધ્ધી છે, જે સવારે 11:21 સુધી વિદ્યામાન રહેશે અને વણિજ કરણ બપોરે 03:20 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર બપોરે 03:34 સુધી સિંહ રાશિમાં વિહાર કરશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે 12:07 વાગ્યે (પી.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે 12:25 વાગ્યે (એ.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:14 થી બપોરે 01:08 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સાંજે 05:46 થી સાંજે 07:27 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે કંકુનો ચાંદલો કરીને ઘરેથી નીકળવું ઉત્તમ ગણાય છે. સાતમની સમાપ્તિ બપોરે 03:20 વાગ્યે થશે.
તારીખ :- 21-06-2026, રવિવાર / જેઠ શુભ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૭ થી ૧૦:૫૯ |
| અમૃત | ૧૦:૫૯ થી ૧૨:૪૧ |
| શુભ | ૦૨:૨૧ થી ૦૪.૦૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૭ થી ૦૮:૪૫ |
| અમૃત | ૦૮:૪૫ થી ૧૦:૦૫ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 21 જૂન 2026, રવિવાર)
મેષ (અ, લ, ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
જિદ્દી સ્વભાવ છોડવો હિતાવહ છે.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થશે.
શારીરિક થાક વધારે લાગે.
આજે ફરવા-હરવાનું મન થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – 1
વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
વેપારમાં મજબૂત અને કડક નિર્ણય લેવાશે.
કોઈ મહત્વની અંગત નવી માહિતી મળશે.
આજે ફોનનો ઉપયોગ વધારે થઈ શકે.
બોલવાનું પ્રમાણ વધારે રહેશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – 7
મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
કોઈની પણ ઈર્ષા કે નિંદા કરવાથી બચવું.
ભવિષ્યના આયોજનો સારા રહેશે.
માનસિક રીતે મનને શાંતિ મળશે.
કોઈ ધાર્મિક વાર્તા કે પુસ્તક વંચાશે.
શુભ કલર – કાળો
શુંભ નંબર – 7
કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
મનની નિરાશામાંથી બહાર આવો.
સપના સાકાર કરવા વધુ મહેનત કરો.
આજે અન્ય લોકોને ઉપયોગી બનો.
સમાજમાં માનવતાની મહેક પ્રસરાવો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – 6
સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
માથાને લગતી કોઈ સમસ્યા કે દુખાવો રહે.
બહારનું ખાવાપીવાનું ટાળવું.
આજે પશુ-પ્રાણીઓની સેવા થશે.
દરેક કામમાં ચપળ અને ચાલાક બનો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – 3
કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
આજે હાથમાં ધન ટકી શકશે નહીં.
બાળકો તરફથી કોઈ ફરિયાદ મળી શકે છે.
મહત્વની વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
કાર્યક્ષેત્રે માનસિક પરિશ્રમ વધારે રહેશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – 9
તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
કેટલાક નવા રહસ્યો બહાર આવી શકે છે.
ખાસ મિત્ર તમારી લાગણીઓને સમજશે.
વેપાર-ધંધામાં સારો ફાયદો થશે.
ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું.
શુભ કલર – રાતો
શુભ નંબર – 6
વૃશ્ચિક (ન, ય) :
જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal
કોઈ મહત્વની નવી યોજના અમલમાં મુકાશે.
સંતાનો કે બાળકો તરફથી મોટો ફાયદો થાય.
પગે વાગે નહીં તેની ખાસ સાવધાની રાખવી.
આજે વાંચન તરફ ઝોક વધારે રહેશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – 8
ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
સુંદર પ્રવાસના ઉત્તમ યોગ બની રહ્યા છે.
ઘરમાં નાનો-મોટો ફેરફાર કરવાનું મન થશે.
આજે તમારી પાસે સફેદ રૂમાલ જોડે રાખવો.
પૈસાનો વપરાશ ખૂબ વિચારીને કરવો.
શુભ કલર – કાળો
શુભ નંબર – 3
મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
વેપારી વર્ગને વ્યાપારમાં મોટો ફાયદો જણાશે.
મનની સંતોષ મુજબનું ઉત્તમ પરિણામ મળશે.
આજે અચાનક કોઈ આકસ્મિક કામ આવી પડે.
કોઈ અજાણી જગ્યાએ ઝગડો કે વિવાદ થઈ શકે છે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – 8
કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
ભૂતકાળમાં સાચવેલું ધન આજે કામમાં નહીં આવે.
વેપાર-ધંધાની બાબતોમાં બેદરકારી રાખવી નહીં.
આજે તમારા હાથે સુંદર દાન-પુણ્ય થઈ શકે છે.
આધ્યાત્મિકતા અને ધર્મ તરફ ઝોક વધશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – 1
મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ખાસ મિત્રોની મદદથી મોટી સમસ્યાનું નિવારણ મળશે.
નવી ઘરવખરી કે વસ્તુઓની શોપિંગ થઈ શકે છે.
ભગવાનની ભક્તિ અને પૂજા પાઠમાં મન પરોવાશે.
આજે તમારું લગ્નજીવન સુખમય અને સારું રહેશે.(Married Life)
શુભ કલર – પીળો(Yellow)
શુભ નંબર – 4
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને કામમાં વિઘ્ન આવી શકે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ












