National News/ બિહારના સ્વાસ્થ્ય મંત્રીના યોગા જોઈ લોકોએ મજાક ઉડાવતા કહ્યું- ‘બાબા રામદેવ પણ નાપાસ!’

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બિહારના સ્વાસ્થ્ય મંત્રી(Bihar Health Minister) નિશાંત કુમારનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેમના અજીબ યોગાસનો જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

NATIONAL Top Stories India
Bihar Health Minister

Bihar Health Minister Nishant Kumar Yoga Video: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના (International Yoga Day) પાવન અવસરે આખા દેશમાં નેતાઓ, મંત્રીઓ અને સામાન્ય જનતાએ યોગ કરીને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે બિહારના સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમારનો (Nishant Kumar) એક અત્યંત રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઇન્ટરનેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું છે. વીડિયોમાં મંત્રીજી જે રીતે અજીબોગરીબ આસનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે જોઈને યુઝર્સ તેમની જોરદાર મજા લઈ રહ્યા છે.

Bihar Health Minister
bihar-health-minister-funny-yoga-video-viral

Bihar Health Ministerએ પોતાનો જ નવો પોઝ શોધ્યો

X (ટ્વિટર) પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યોગ ટ્રેનર સ્ટેજ પરથી લોકોને સાચા આસનો કરાવી રહ્યા છે અને બાકીના લોકો તેનું પાલન કરે છે. પરંતુ જેવો કેમેરો સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમાર પર જાય છે, તેમનું શરીર અને હાથ-પગનું હલનચલન આખી ભીડ કરતાં તદ્દન અલગ જ દિશામાં જોવા મળે છે. ટ્રેનર કંઈક અલગ મુદ્રા શીખવી રહ્યા છે અને મંત્રીજી(Bihar Health Minister) પોતાના હાથ પગ ક્યાંક બીજી જ જગ્યાએ લઈ જઈને અનોખો પોઝ આપતા કેમેરામાં કેદ થયા છે.

લોકોએ લીધી જોરદાર ચપટી, કમેન્ટ્સનો વરસાદ

આ વીડિયો પર હજારો વ્યુઝ આવી ચૂક્યા છે અને લોકો મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું, “મંત્રીજીએ(Bihar Health Minister) તો ખુદ બાબા રામદેવને પણ પાછળ છોડી દીધા!” જ્યારે અન્ય એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું, “બધા લોકો પોતાનો ડાબો પગ પકડી રહ્યા છે અને નિશાંતજીને કદાચ જમણા પગમાં ખંજવાળ આવી રહી છે.” કેટલાક લોકોએ “પંછી બનું ઉડતા ફિરું…” જેવા ગીતો લખીને પણ મંત્રીજીના ટ્રોલિંગની મજા માણી છે.


આ પણ વાંચો: બિહારમાં ભરતી પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ, ઉમેદવારોએ ટ્રેન રોકી, પથ્થરમારો અને તોડફોડ કરી

આ પણ વાંચો:બિહાર-ઝારખંડમાં બે ભયાનક અકસ્માત, 3 થાણા પ્રભારી સહિત 9ના મોત

આ પણ વાંચો: બિહારમાં બંગલા વિવાદ ગરમાયો: રાબડી દેવીએ 10 સર્ક્યુલર રોડ આવાસ ખાલી કરવાનો કર્યો ઇનકાર