New Delhi News : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ( (President Draupadi Murmu))એ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત બીજા નાગરિક સન્માન સમારોહમાં વર્ષ 2026 માટેના 65 પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા છે, જેમાં 2પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu)નાં હસ્તે 65 હસ્તીઓને મળશે સન્માન
સત્તાવાર માહિતી મુજબ આજે બે પદ્મ વિભૂષણ (Padma Vibhushan), સાત પદ્મ ભૂષણ (Padma Bhushan)અને 56 પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન મળ્યા હતા.
જાણીતા ચહેરાઓને મળશે પુરસ્કાર
આજે સન્માનિત કરાયેલા પ્રતિષ્ઠિત નામોમાં ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, જાણીતી ગાયિકા અલ્કા યાજ્ઞિક (Alka Yagnik)અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma)નો સમાવેશ થાય છે.
કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત
કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. તેમાં પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.
મહિલાઓ અને મરણોત્તર સન્માન
આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, 16 વ્યક્તિઓને તેમના વિશિષ્ટ યોગદાન બદલ મરણોત્તર સન્માન પણ આપવામાં આવ્યા હતા.
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સ્થાન
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં ગણાય છે. કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન, દવા, સામાજિક સેવા અને જાહેર જીવન જેવા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
1954થી શરૂ થયેલી પરંપરા
પદ્મ પુરસ્કારોની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. ત્યારથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે અને દેશના શ્રેષ્ઠ યોગદાનકર્તાઓને સન્માનિત કરવામાં આવે છે.
