Ahmedabad News: અમદાવાદ શહેરમાં બાળકોના સુરક્ષિત (Ahmedabad Child Rescue) અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભીખ માંગતા, બાળ મજૂરીમાં સંડોવાયેલા અને ગુમ થયેલા બાળકોને બચાવી તેમને શિક્ષણ, સુરક્ષા અને પુનર્વસનની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Ahmedabad Child Rescue:33 ગુમ બાળકો પરિવાર સાથે પુનઃમિલન
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2024થી અત્યાર સુધી કુલ 276 બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 33 ગુમ થયેલા બાળકોને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે, જે બાળ સુરક્ષા (Ahmedabad Child Rescue) ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
બાળકોને ભીખ માંગવાની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવા માટે પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત 67 બાળકોને ભીખ માંગવાના ચક્રમાંથી બહાર કાઢી AMC સંચાલિત શાળાઓમાં દાખલ કરી તેમના શિક્ષણ અને પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળ મજૂરી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બાળ મજૂરી સંબંધિત 33 કેસ નોંધાયા છે અને 107 બાળકોને વિવિધ સ્થળોએથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સાથે જ જુવેનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ હેઠળ 22 કેસ નોંધવામાં આવ્યા છે.
આ અભિયાન દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા તરીકે માત્ર 15 દિવસના નવજાત શિશુને બચાવી આંતરરાજ્ય માનવ વેંચાણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાળ સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ બની છે.
મહિલાઓની સુરક્ષા (Ahmedabad Child Rescue) માટે પણ એક માસીય વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ગુજરાત પોલીસ એક્ટ (GP Act) હેઠળ 57 કેસ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરમાં 40થી વધુ એન્ટી-બેગિંગ ડ્રાઇવ યોજી ભીખ માંગવાની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી 60થી વધુ બાળકો અને 89 પુખ્ત વ્યક્તિઓને પુનર્વસન કેન્દ્રો અને કલ્યાણકારી સેવાઓ સાથે જોડવામાં આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે આવા અભિયાનો દ્વારા બાળકોને શોષણ, ભીખ માંગવાની પ્રથા અને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી તેમને શિક્ષણ અને સારા ભવિષ્ય તરફ દોરી શકાય છે. અમદાવાદમાં હાથ ધરાયેલા આ અભિયાનને બાળ સુરક્ષા અને સામાજિક પુનર્વસન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતનો રસીકરણમાં નવો રેકોર્ડ! 11 લાખથી વધુ શિશુઓ અને 24 લાખ બાળકોને મળ્યું સુરક્ષા કવચ
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, જો બિડેનના બાળકોની સુરક્ષા હટાવી
