Narmada News: નર્મદા જિલ્લાના કુલ 5 તાલુકાઓમાંથી માત્ર 1 તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે બાકીના 4 તાલુકાઓ સંપૂર્ણપણે કોરાધાકોર છે. ચોમાસાની શરૂઆતમાં જ જિલ્લામાં કુદરતનો આ અદભુત વિરોધાભાસ જોવા મળ્યો છે. જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં ગત રાત્રીએ ધોધમાર વરસાદ (Rain) ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સીઝનના પ્રથમ વરસાદમાં જ સાગબારા તાલુકામાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે, જ્યારે જિલ્લાના બાકીના 4 તાલુકાઓ—નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર અને ડેડીયાપાડામાં વરસાદ (Rain)નું એક ટીંપું પણ ન પડતાં આ વિસ્તારો બિલકુલ કોરા જોવા મળ્યા હતા.
પ્રથમ Rainમાં જ જળબંબોળ, જનજીવન પ્રભાવિત
મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદ (Rain) ને કારણે સેલંબા અને સાગબારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે પૂર જેવો માહોલ ઊભો થયો છે. સાગબારામાં સતત વરસેલા વરસાદ (Rain)ને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. સેલંબા વિસ્તારમાં પણ રાત્રિથી જ પાણી ફરી વળતાં સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે.
સેલંબા-મહારાષ્ટ્ર મુખ્ય માર્ગ બંધ: વાહનવ્યવહાર ઠપ
ભારે વરસાદને પગલે સ્થાનિક નદી-નાળાઓ છલકાઈ ગયા છે. આ અણધારી સ્થિતિને પહોંચી વળવા અને કોઈ ગંભીર દુર્ઘટના ન ઘટે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ પૂરની સૌથી ગંભીર અસર વાહનવ્યવહાર પર પડી છે. સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય આંતરરાજ્ય માર્ગ પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ હાઈવે બંધ થતાં બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો અંબાલાલ પટેલની મોટી આગાહી! 29 જૂનથી 7 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
આ પણ વાંચો ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ભાવનગર અને ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો
