Amreli News/ અમરેલીમાં સિંહણનો જીવલેણ હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, 1 કિમી દૂર મળ્યા અવશેષો

અમરેલી જિલ્લાના ચતુરી ગામમાં દાદાની નજર સામે સિંહણે પાંચ વર્ષના બાળક પર હુમલો (Amreli Lioness Attack) કરી તેને ખેંચી જતાં કરુણ મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Amreli Lioness Attack: 5 વર્ષના બાળકનો સિંહણના હુમલામાં કરુણ અંત

Amreli News: ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ખાંભા તાલુકાના ચતુરી ગામમાં મંગળવારે મોડી રાત્રે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. માત્ર પાંચ વર્ષના બાળકનું સિંહણના હુમલા (Amreli Lioness Attack)માં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

Amreli Lioness Attack:  દાદાની આંખો સામે માસૂમને ઉઠાવી ગઈ

માહિતી મુજબ, પાંચ વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો. તે દાદાની આંગળી પકડીને આગળ વધી રહ્યો હતો ત્યારે અંધારામાંથી અચાનક સિંહણે હુમલો (Amreli Lioness Attack) કર્યો. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગઈ. ઘટનાની પળોમાં જ પરિવાર અને ગામલોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ.

Amreli Lioness Attack
Amreli Lioness Attack

ઘટનાની જાણ થતાં ગામના લોકો તરત જ લાકડીઓ લઈને બાળકની શોધમાં નીકળી પડ્યા. કેટલાક યુવાનોએ સિંહણ (Amreli Lioness Attack) પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યે ગામથી આશરે એક કિલોમીટર દૂર બાળકના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈ પરિવાર સહિત સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું.

ઘટનાની જાણ થતાં ધારી ગીર પૂર્વ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે સિંહણ (Amreli Lioness Attack)ને પકડવા માટે મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાસ્થળ નજીકથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે, જ્યારે અન્ય વન્યપ્રાણીને શોધવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Amreli Lioness Attack
Amreli Lioness Attack

આ ઘટનાએ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, છતાં કાયમી સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી.

વન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે સાંજ બાદ અથવા અંધારામાં એકલા બહાર ન નીકળવું, શક્ય હોય ત્યાં સુધી જૂથમાં જવું તેમજ હાથમાં ટોર્ચ અને લાકડી જેવી સુરક્ષા સામગ્રી રાખવી, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.


આ પણ વાંચો:અમરેલીના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલો: 7 વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

આ પણ વાંચો:વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું 

આ પણ વાંચો:સિંહણના જડબામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી-ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી