Breaking News/ દલખાણીયા રેન્જમાં સિંહનો મૃતદેહ મળતા ચકચાર, વન વિભાગના મોડા પ્રતિસાદથી ચર્ચા તેજ

અમરેલીના દલખાણીયા રેન્જમાં શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ (Amreli Lion Death) મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે, જ્યારે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Amreli Lion Death: વધુ એક સિંહનું શંકાસ્પદ મોત,પોસ્ટમોર્ટમ બાદ ખુલશે કારણ

Breaking News: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જમાં એક એશિયાટિક સિંહનો મૃતદેહ (Amreli Lion Death) શંકાસ્પદ હાલતમાં મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. દલખાણીયા ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી મળેલા મૃતદેહને વન વિભાગે કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. સિંહના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Amreli Lion Death બાદ પેટ્રોલિંગ અને વન વિભાગની કામગીરી સામે સવાલો

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી, જોકે સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધિકારીઓ ઘટનાસ્થળે મોડા પહોંચ્યા હતા. ખાસ કરીને દલખાણીયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) કલાકો બાદ પહોંચ્યા હોવાની ચર્ચાએ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) વિકાસ યાદવે સિંહના મોત (Amreli Lion Death) ની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

સ્થાનિક લોકો અને વન્યજીવપ્રેમીઓનું કહેવું છે કે દલખાણીયા રેન્જમાં નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. અગાઉ પણ ગીર પૂર્વ અને પશ્ચિમ ડિવિઝનમાં સિંહો (Amreli Lion Death) ના શંકાસ્પદ મોતના બનાવો સામે આવ્યા હતા. તે સમયે લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ હજુ સુધી જાહેર ન થતા અનેક પ્રશ્નો યથાવત છે.

વન્યજીવ નિષ્ણાતોના મતે, સિંહના મોત (Amreli Lion Death) નું કારણ કુદરતી છે, અકસ્માતજન્ય છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. તેથી તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.

આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની સુરક્ષા, વન વિભાગની કામગીરી અને વન્યજીવ સંરક્ષણ અંગે ચર્ચા જગાવી છે. હાલ સમગ્ર મામલે વન વિભાગની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:ગીરમાં સિંહોના મોત બાદ ઉઠ્યા સવાલો, તપાસ રિપોર્ટ જાહેર નહીં થતા ચર્ચા તેજ

આ પણ વાંચો:ઉત્તરાખંડ જવા નીકળેલા યુવકનું સિંહણનો હુમલાથી મોત, માત્ર ખોપરી મળતાં ચકચાર

આ પણ વાંચો:ગીરમાં રાહત: 17માંથી 11 સિંહોને જંગલમાં મુક્ત કરાયા, 6 હજુ સારવાર હેઠળ; રોગચાળાથી 12ના મોત