Pakistan News/ પાકિસ્તાનમાં વહેલી સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ; જાનહાનિના અહેવાલ નહીં

વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાન (Pakistan) માં પણ 5.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ.

Top Stories World
Pakistan

Pakistan News: વેનેઝુએલા બાદ આજે (શનિવારે) પાકિસ્તાનમાં સવારે ભૂકંપના જોરદાર આંચકાઓ અનુભવાતા અનેક વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી.

અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર આશરે 35 કિલોમીટર ઊંડાઈએ હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા પાયે સંપત્તિના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જોકે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો : વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 920ને પાર, 50 હજારથી વધુ લોકો લાપતા

આ પણ વાંચો : જાપાનમાં ભુકંપના તીવ્ર આંચકાથી ફફડાટ, આજે બે વાર ધ્રુજી ધરતી

આ પણ વાંચો : 600 વર્ષ પછી રશિયામાં ક્રેશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો : 6 કિમી સુધી ફેલાયા રાખના વાદળ, દુનિયાનો સૌથી મોટો ભુકંપ