Surat News/ સુરતમાં લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આક્ષેપ: દિલ્હીની મહિલાની ફરિયાદ બાદ વેસુ પોલીસમાં ગુનો નોંધાયો

દિલ્હીમાં નોંધાયેલી ઝીરો FIR બાદ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં એક યુવક સામે લગ્નની લાલચ (Surat Marriage Promise Case) આપી શારીરિક શોષણ સહિતના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Top Stories Gujarat Surat
Surat Marriage Promise Case:પ્રેમ સંબંધ બાદ છેતરપિંડીનો આક્ષેપ

Surat News:  સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક યુવક સામે દિલ્હીની એક મહિલાએ લગ્નની લાલચ (Surat Marriage Promise Case), નોકરીનું આશ્વાસન અને વિશ્વાસમાં લઈને શારીરિક શોષણ કર્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસમાં ઝીરો FIR નોંધાયા બાદ કેસ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Surat Marriage Promise Case: દિલ્હીની મહિલાને લગ્નની લાલચ આપી છેતરપિંડીનો આક્ષેપ

ફરિયાદ મુજબ, આરોપી અને ફરિયાદી અગાઉથી એકબીજાના પરિચિત હતા. મહિલાનો આરોપ છે કે વ્યક્તિગત પરિસ્થિતિનો લાભ લઈ આરોપીએ સુરતમાં સારી નોકરી અપાવવાની અને ભવિષ્યમાં લગ્ન (Surat Marriage Promise Case) કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર, નોકરીના બહાને તેને સુરત બોલાવવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ પ્રસંગોએ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલાનો દાવો છે કે જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે આરોપીએ લગ્ન (Surat Marriage Promise Case) કરવાનો વિશ્વાસ અપાવી સંબંધ ચાલુ રાખ્યો હતો.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન (Surat Marriage Promise Case) કરી લીધા અને મહિલાને આ વાતની જાણ થતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે તેને ધમકીઓ આપવામાં આવી અને મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી.

મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR નોંધાવી હતી. ઘટના સુરત સાથે સંકળાયેલી હોવાથી કેસ વેસુ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વેસુ પોલીસે પ્રાથમિક તપાસ બાદ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસ હાલ બંને પક્ષોના નિવેદનો, દસ્તાવેજી પુરાવા અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે હાલ ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ ચાલુ છે અને આરોપો અંગેનો અંતિમ નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રની બહેનને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, આ રીતે ફૂટ્યો આખો ભાંડો

આ પણ વાંચો:લગ્નની લાલચ, માંગમાં સિંદૂર અને પછી દગો! સુરતમાં એડવોકેટે મહિલા વકીલ સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ કેસમાં AAP પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ