Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના એક શાળામાં મધ્યાહન ભોજન (Mid Day Meal food)ને લઈને વિવાદ સર્જાયો છે. ભોજનમાં અખાદ્ય જથ્થો હોવાનો આક્ષેપ સામે આવતા વાલીઓ મોટી સંખ્યામાં શાળા પરિસરમાં પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. ઘટનાને પગલે શાળામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
Mid Day Meal food: વાલીઓએ જથ્થો સીલ કરવાની કરી માંગ
વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ચોખામાં ધનેળા જોવા મળ્યા હતા. આ ઘટનાથી વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભોજન (Mid Day Meal food)ની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. વાલીઓએ સમગ્ર જથ્થો સીલ કરીને તેની સ્વતંત્ર લેબોરેટરીમાં તપાસ કરાવવાની માંગ કરી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળામાં અભ્યાસ કાર્યને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વાલીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ ન થાય અને હકીકત સામે ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવે.
ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ વાલીઓ સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
હાલ સંબંધિત જથ્થાની તપાસ અને નમૂનાઓના લેબોરેટરી પરીક્ષણ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે. અધિકારીઓએ પણ જણાવ્યું છે કે તપાસના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સુધી ભોજન (Mid Day Meal food)ની ગુણવત્તા અને સલામતી અંગે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો:જામનગરમાં મધ્યાહન ભોજન બાદ 10 વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગની આશંકા; હોસ્પિટલમાં સારવાર ચાલુ
આ પણ વાંચો:ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ હડતાળ ઉતરશે, તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરશે
આ પણ વાંચો:હવે શાળાઓમાં મધ્યાહન ભોજનની સાથે નાસ્તો પણ ઉપલબ્ધ થશે, સરકાર દ્વારા મંજૂર
