Mahisagar News/ મહીસાગરમાં કેમિકલ ડમ્પિંગ સામે ઉગ્ર વિરોધ: અમદાવાદ-લુણાવાડા હાઇવે પર ચક્કાજામ, ડમ્પિંગ સાઇડ બંધ કરવાની માંગ

મહીસાગર જિલ્લામાં કેમિકલ ડમ્પિંગ સાઇડ (Mahisagar Chemical Dumping) સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અમદાવાદ-લુણાવાડા હાઇવે પર ચક્કાજામ કરીને ડમ્પિંગ સાઇડ તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

Top Stories Gujarat Others Breaking News
Mahisagar Chemical Dumping :મહીસાગરમાં કેમિકલ ડમ્પિંગ મુદ્દે લોકો રસ્તા પર ઉતર્યા

Mahisagar News: જિલ્લામાં કેમિકલ ડમ્પિંગ સાઇડ (Mahisagar Chemical Dumping)ને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડમ્પિંગ સાઇડ બંધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અમદાવાદ-લુણાવાડા હાઇવે (Ahmedabad Lunawada Highway) પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી.

Mahisagar Chemical Dumping: કેમિકલ ડમ્પિંગના કારણે પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કેમિકલ ડમ્પિંગના કારણે આસપાસના પાણીના સ્ત્રોતો પ્રદૂષિત (Chemical Waste ) થઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં પાણી લાલ રંગનું જોવા મળી રહ્યું છે. સાથે જ ગામમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી હોવાનો પણ લોકોનો દાવો છે. રહેવાસીઓનું કહેવું છે કે અનેક પરિવારોમાં લોકો સતત બીમાર પડી રહ્યા છે, જેના કારણે ઘરોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

પ્રદર્શનકારીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા હતા, પરંતુ ડમ્પિંગ સાઇડ સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમનું કહેવું છે કે આ સ્થિતિ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે.

વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કેમિકલ ડમ્પિંગ સાઇડ (Mahisagar Chemical Dumping) બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

ચક્કાજામના કારણે સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે માર્ગ પરથી ટ્રાફિક ફરી શરૂ કરાવવા કાર્યવાહી હાથ ધરી અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કેમિકલ ડમ્પિંગ (Mahisagar Chemical Dumping) અને તેના કારણે પાણી તેમજ સ્વાસ્થ્ય પર પડતી અસર અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર

આ પણ વાંચો:વહીવટીતંત્રના પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ, પ્રદૂષિત પાણીનો કકળાટ

આ પણ વાંચો:જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ