Entertainment News/ વર્ષો જૂની અફવાઓનો અંત: બોબી દેઓલ સાથેના સંબંધો પર ફરાહ અલી ખાનનો મોટો ખુલ્લાસો

બોબી દેઓલ સાથેના બ્રેકઅપની અફવાઓ પર ફરાહ અલી (Farah Ali Khan) ખાનનો ચોંકાવનારો ખુલાસો, પૂર્વ પતિ ડીજે અકીલ બાદ હવે પ્રેમ માટે તૈયાર

Entertainment
Farah Ali Khan

બોલિવૂડના માચો મેન અને ‘એનિમલ’ ફેમ એક્ટર બોબી દેઓલ આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. 90 ના દાયકામાં બોબી દેઓલની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોહક અને હેન્ડસમ કલાકારોમાં થતી હતી. સિલ્વર સ્ક્રીન સિવાય તેમની પર્સનલ લાઈફ અને અફેર્સની ચર્ચાઓ પણ અવારનવાર મીડિયામાં ચમકતી રહેતી.

આ યાદીમાં એક મોટું નામ પ્રખ્યાત જ્વેલરી ડિઝાઇનર ફરાહ અલી ખાન (Farah Ali Khan)નું પણ છે. વર્ષોથી બોલિવૂડની ગલિયારીઓમાં એવી અફવા હતી કે એક્ટ્રેસ નીલમ કોઠારીના કારણે બોબી અને ફરાહનું બ્રેકઅપ થયું હતું. હવે વર્ષોના મૌન પછી ફરાહ અલી ખાને આ તમામ અટકળો પાછળનું ચોંકાવનારું સત્ય જાહેર કર્યું છે.

તાજેતરમાં જ એક ખાસ ઈન્ટરવ્યુમાં ફરાહ અલી ખાને પોતાના ભૂતકાળના પાના ખોલ્યા હતા. તેમણે બોબી દેઓલ સાથેના પોતાના સંબંધોની મર્યાદા વિશે ખૂબ જ રસપ્રદ વાતો શેર કરી.ફરાહે જણાવ્યું કે, “તે સમયે મને બોબી પર જોરદાર ક્રશ હતો અને તેને પણ મારા પર ક્રશ હતો. અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા.

“તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે આજની પેઢીના ડેટિંગ કલ્ચર અને તે સમયમાં જમીન-આસમાનનો તફાવત હતો. તેઓ માત્ર એકબીજાના હાથ પકડતા અને પ્રેમ પત્રો (Love Letters) લખતા હતા.આ એ સમયની વાત છે જ્યારે ફરાહ માત્ર 16 વર્ષની હતી અને બોબી દેઓલ 17 વર્ષનો હતો. તે સમયે સંબંધોમાં એક અદભુત માસૂમિયત હતી, જેને આજકાલના લોકો ખોટા દ્રષ્ટિકોણથી જુએ છે.

ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ચાલી રહેલી એ ચર્ચા પર પણ ફરાહે પૂર્ણવિરામ મૂકી દીધું, જેમાં કહેવામાં આવતું હતું કે નીલમ કોઠારીના કારણે બંને વચ્ચે અબોલા થયા હતા.ફરાહે હસતા હસતા આ વાતને નકારી કાઢતા કહ્યું કે, “ના, આ વાત તદ્દન ખોટી છે. નીલમ મારી ખૂબ જ પાકી મિત્ર છે. તે મારા ગયા પછી બોબીના જીવનમાં આવી હતી.તેમણે ઉમેર્યું કે તેઓ આજે પણ નીલમની એટલી જ નજીક છે

ફરાહે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આજે બોબી દેઓલ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે અને તે બોબીની પત્ની તાન્યા દેઓલની પણ ખૂબ જ નજીક છે. તે બંને ફરાહ માટે ફેમિલી જેવા છે. બોબી અને તાન્યા સાથે ખૂબ જ સુંદર લાગે છે.

પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા ફરાહ અલી ખાને ભવિષ્યના પ્લાન્સ પણ શેર કર્યા.ફરાહના લગ્ન જાણીતા ડીજે અકીલ અલી સાથે થયા હતા,પરંતુ થોડા સમય પહેલા જ બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ લીધા હતા.બે બાળકોની સિંગલ મધર ફરાહ અલી ખાન હવે છૂટાછેડાના લાંબા સમય પછી પોતાના જીવનમાં પ્રેમ,રોમાંસ અને નવા પાર્ટનરને બીજી તક આપવા માટે માનસિક રીતે સંપૂર્ણ તૈયાર છે.


આ પણ વાંચો:અત્યાચાર, ઇતિહાસ અને એક્શન, જાણો કેવી છે પવન કલ્યાણ અને બોબી દેઓલની ફિલ્મ…!

આ પણ વાંચો:ચાહકોએ જબરજસ્ત અંદાજમાં ઉજવ્યો બોબી દેઓલનો જન્મદિવસ,અભિનેતાએ ટિપિકલ સ્ટાઈલમાં કેક કાપી

આ પણ વાંચો:બોબી દેઓલે તેના જન્મદિવસે ચાહકોને ચોંકાવી દીધા, ‘કંગુવા’ સાથે શેર કર્યો પોતાનો ખતરનાક લુક