sports news/ સસ્પેન્સ વધ્યું: વૈભવ સૂર્યવંશીની ‘New Chapter’ પોસ્ટે ક્રિકેટ જગતમાં મચાવી હલચલ,ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કે નવો ધમાકો?

ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂની રાહ જોઈ રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ ઇન્સ્ટાગ્રામ પર ‘New Chapter’ લખીને સસ્પેન્સ વધાર્યું છે. કોચ મોર્ને મોર્કેલના નિવેદન અને નવી બેટ સ્પોન્સરશિપ વચ્ચે જાણો શું છે સત્ય.

Sports
VAIBHAV SURYAVANSHI

ભારતીય ક્રિકેટ ટીમની બ્લુ જર્સી પહેરવાની આતુરતાથી રાહ જોઈ રહેલા 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરીને પ્રશંસકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલાં વૈભવની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલના તાજેતરના નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

શું છે વૈભવની ઇન્સ્ટા સ્ટોરીમાં?

માન્ચેસ્ટરના મેદાન પર રમાનારી બીજી ટી૨૦ મેચ પહેલાં આ યુવા ખેલાડી લાઈમલાઈટમાં આવ્યો છે. વૈભવે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર બેટ ઉઠાવીને સેલિબ્રેશન કરતી પોતાની એક તસવીર અપલોડ કરી અને તેના પર માત્ર ‘New Chapter’  લખ્યું. બસ, આ બે શબ્દો સામે આવતા જ ક્રિકેટ ફેન્સમાં તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

કોચ મોર્ને મોર્કેલના નિવેદનથી ડેબ્યૂ પર સસ્પેન્સ વધ્યું

ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્લેઇંગ ઇલેવનને લઈને મહત્વનો ઈશારો કર્યો હતો. મોર્કેલે સ્પષ્ટ કર્યું કે ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસન અને અભિષેક શર્મા જેવા ઓપનર્સને અત્યારે પૂરતી તક આપવા માંગે છે અને વર્લ્ડ કપ વિજેતા સિનિયર ખેલાડીઓ પર ભરોસો જાળવી રાખવો જરૂરી છે. આ નિવેદન બાદ એવું લાગી રહ્યું હતું કે વૈભવે બીજી મેચમાં પણ બેન્ચ પર બેસવું પડશે, પરંતુ તેના થોડા જ કલાકોમાં વૈભવની આ પોસ્ટે રહસ્ય વધારી દીધું.

શું માન્ચેસ્ટર ટી20 માં ઇન્ટરનેશનલ ડેબ્યૂનો ઈશારો છે?

મોટાભાગના ક્રિકેટ ફેન્સ આ પોસ્ટને વૈભવના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત સાથે જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ તેજ થઈ છે કે વૈભવને બીજી ટી20 ની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી લેવાયો છે અને આ ‘નવો અધ્યાય’ તેની આંતરરાષ્ટ્રીય સફરનો સંકેત હોઈ શકે છે. જો કે, ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ટીમ ઇન્ડિયા નહીં પણ મોટા સ્પોન્સરશિપ ડિલની શક્યતા?

આ રહસ્યમય પોસ્ટ પાછળ એક કોમર્શિયલ એન્ગલ પણ સામે આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વૈભવના બેટ સ્પોન્સરને લઈને બજારમાં ગણગણાટ હતો. તાજેતરમાં જ એક તસવીર વાયરલ થઈ હતી જેમાં વૈભવના બેટ પર ‘Hero’ બ્રાન્ડનો લોગો દેખાયો હતો, જ્યારે અગાઉ તે ‘SS’ બ્રાન્ડના બેટથી રમતો હતો. આથી એવી પણ ચર્ચા છે કે આ પોસ્ટ કોઈ મોટી બ્રાન્ડ સાથેના કરોડોના કરારની જાહેરાત હોઈ શકે છે.

શનિવારની મેચમાં જ ખુલશે અસલી રહસ્ય

વૈભવે પોતે હજુ સુધી આ સસ્પેન્સ પરથી પડદો હટાવ્યો નથી. તેથી તે મેદાન પર નવો ઈતિહાસ રચશે કે પછી કોઈ નવી કમર્શિયલ ડીલ સામે આવશે તે કહેવું ઉતાવળ ગણાશે. હાલ તો આ યુવા સ્ટાર મેચ શરૂ થાય તે પહેલાં જ હેડલાઇન્સમાં છવાઈ ગયો છે અને બધાની નજર માન્ચેસ્ટર ટી20 ની ટોસ ટાઈમ પર ટકેલી છે.


આ પણ વાંચો :15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો હાહાકાર, 11 બોલમાં ફિફ્ટી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો :ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મળ્યો કયો જર્સી નંબર? BCCI ના વીડિયોમાં જર્સી જોઈને રડી પડ્યો

આ પણ વાંચો :ફાઇનલની રેસ માટે ઇન્ડિયા A નો જંગ, ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ