Lifestyle News/ રસોડાનું ગુપ્ત અમૃત: માત્ર મુખવાસ જ નહીં પણ અનેક રોગોની સચોટ દવા છે વરિયાળી; જાણો તેના અદ્ભુત ફાયદા

રસોડામાં રહેલી વરિયાળી સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. જમ્યા પછી વરિયાળી (Fennel seeds) ખાવાથી પાચન સુધરે છે, ગેસ-એસિડિટી મટે છે અને આંખોની રોશની વધે છે. જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત.

Lifestyle
Fennel seeds

ભારતીય સંસ્કૃતિ અને રસોડામાં વપરાતા મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સેંકડો રોગોને દૂર રાખવાની ઔષધીય શક્તિ પણ ધરાવે છે. આવો જ એક ચમત્કારી મસાલો છે ‘વરિયાળી’ (Fennel Seeds). મોટાભાગના લોકો જમ્યા પછી મોંની શુદ્ધિ (માઉથ ફ્રેશનર) માટે વરિયાળી

ભારતીય સંસ્કૃતિ અને રસોડામાં વપરાતા મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સેંકડો રોગોને દૂર રાખવાની ઔષધીય શક્તિ પણ ધરાવે છે. આવો જ એક ચમત્કારી મસાલો છે ‘વરિયાળી’ (Fennel Seeds). મોટાભાગના લોકો જમ્યા પછી મોંની શુદ્ધિ (માઉથ ફ્રેશનર) માટે વરિયાળી ખાતા હોય છે, પરંતુ આ નાનકડા લીલા દાણા આપણા આખા શરીરની તંદુરસ્તી માટે કુદરતનું અનમોલ વરદાન છે. તેની પ્રકૃતિ કુદરતી રીતે જ શીતળ (ઠંડી) હોવાથી ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનું સેવન શરીરને આંતરિક ઠંડક આપે છે.

કેવી રીતે કામ કરે છે આ નાના લીલા દાણા?

વરિયાળી દેખાવમાં ભલે નાની હોય,પણ તેના ગુણો અસીમિત છે.તેમાં વિટામિન્સ,મિનરલ્સ અને શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સનો ભંડાર છે.આયુર્વેદિક ચિકિત્સામાં પણ વરિયાળીને પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ માનવામાં આવી છે.ચાલો જાણીએ તેના આયુર્વેદિક ફાયદાઓ.

પાચનતંત્ર માટે વરદાન:

જો તમને વારંવાર અપચો કે ગેસ થતો હોય,તો વરિયાળી બેસ્ટ દવા છે.તે શરીરમાં પાચક રસો અને જરૂરી એન્ઝાઇમ્સને સક્રિય કરે છે.જમ્યા પછી નિયમિત રીતે અડધી ચમચી વરિયીળી ચાવવાથી ખાધેલું અન્ન સરળતાથી પચી જાય છે અને પેટ ફૂલવું (Bloating) તેમજ ખાટા ઓડકાર આવવાની સમસ્યા જડમૂળથી સમાપ્ત થાય છે.

ઉનાળાની લૂ અને ગરમી સામે શરીરનું રક્ષણ:

વરિયાળીની તાસીર ખૂબ જ ઠંડી હોય છે.ઉનાળાના દિવસોમાં વરિયાળીનું શરબત અથવા તેનું પાણી પીવાથી શરીરનું આંતરિક તાપમાન સંતુલિત રહે છે.તે સખત તાપમાં લૂ (Heat Stroke) લાગવાના જોખમથી બચાવે છે અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી.

શ્વાસની દુર્ગંધ દૂર કરી મોંને રાખે છે ફ્રેશ:

વરિયાળીમાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો જોવા નળે છે,જે મોંમાં પેદા થતા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે.વરિયાળી ચાવવાથી મોંમાં લાળ (Saliva) નું પ્રમાણ વધે છે,જે દાંતની સડન અટકાવે છે અને શ્વાસની દુર્ગંધ દૂર કરીને પળવારમાં મોંને તાજગીથી ભરી દે છે.

આંખોની રોશની અને તેજ વધારવાનો દેશી નુસખો:

આયુર્વેદ અનુસાર, દ્રષ્ટિ નબળી હોય તેવા લોકો માટે વરિયાળી ઉત્તમ ટોનિક છે. વરિયાળી, બદામ અને સાકર (ખડી સાકર) ને એકસરખા વજનમાં લઈ તેનો બારીક પાવડર બનાવી લો. આ મિશ્રણ રોજ રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધ સાથે લેવાથી આંખોનું તેજ અદ્ભુત રીતે વધે છે.વરિયાળીમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી પેટ લાંબો સમય ભરેલું લાગે છે, જેથી બિનજરૂરી ક્રેવિંગ્સ (વચ્ચે-વચ્ચે ભૂખ લાગવી) અટકે છે. તે બોડીના મેટાબોલિઝમ રેટને બુસ્ટ કરે છે, જેનાથી શરીરની નકામી ચરબી (Fat) ઝડપથી ઓગળવા લાગે છે અને વજન કુદરતી રીતે ઘટે છે.


આ પણ વાંચો :ન ઘઉંનો લોટ કે ન મેંદો…બનાવો આ ફૂલેલી સફેદ હૅલ્ધી પૂરીઓ…બ્રેકફાસ્ટ માટે સોજીની મસાલા પૂરી રેસિપી..!

આ પણ વાંચો :ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

આ પણ વાંચો :ટ્રમ્પે ભારતીય ચા, કોફી અને મસાલા પરનો 50% ટેરિફની છૂટ, USમાં કૃષિ પ્રોડક્ટના ભાવ વધવાથી લેવાયો નિર્ણય