Gujarat Weather Update/ ગુજરાતમાં 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા

ગુજરાત (Gujarat) માં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, ક્યાં જાહેર કરાયું છે રેડ એલર્ટ અને શું છે હવામાન વિભાગની તાજી આગાહી? જાણો સંપૂર્ણ માહિતી.

Top Stories Gujarat
GUJARAT

Gujarat Weather update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા છે.

પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો : ગીર સોમનાથમાં રાવલ ડેમમાંથી પાણી છોડવામાં વધારો

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ 10.79 ઈંચ નોંધાયો

આ પણ વાંચો : હિમાચલના કિન્નૌરમાં પૂર-ભૂસ્ખલનથી NH બંધ, અંદાજે ₹16 કરોડનું નુકસાન, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો