New Delhi News/ અફઘાનિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું 38 વર્ષની વયે નિધન

શાપૂર ઝદરાન (Shapoor Zadran) અફઘાનિસ્તાન ક્રિકેટના શરૂઆતના સફળ ખેલાડીઓમાં સામેલ હતા.

Top Stories India
અફઘાનિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર (Afghanistan Fast Bowler)અને દેશના ક્રિકેટના પાયાના ખેલાડીઓમાંના એક Shapoor Zadranનું 38 વર્ષની વયે ભારતમાં સારવાર દરમિયાન નિધન થયું છે

New Delhi News : અફઘાનિસ્તાન ક્રિકેટ માટે મંગળવારનો દિવસ દુઃખદ રહ્યો. અફઘાનિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર (Afghanistan Fast Bowler)અને દેશના ક્રિકેટના પાયાના ખેલાડીઓમાંના એક Shapoor Zadranનું 38 વર્ષની વયે ભારતમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ લાંબા સમયથી દુર્લભ અને ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમના નિધનથી અફઘાનિસ્તાન ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Afghanistan Cricket Board (ACB)એ સોશિયલ મીડિયા પર શાપૂર ઝદરાન (Shapoor Zadran)ના નિધનના સમાચાર જાહેર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બોર્ડે જણાવ્યું કે શાપૂર અફઘાનિસ્તાન ક્રિકેટના સ્થાપક ખેલાડીઓમાંના એક હતા અને દેશના ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ભારતમાં ચાલી રહી હતી સારવાર

શાપૂર ઝદરાન લાંબા સમયથી દુર્લભ બીમારી હિમોફેગોસાયટીક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH) સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે ભારત લાવવામાં આવ્યા હતા. ગંભીર ચેપ અને ક્ષય રોગના સંક્રમણને કારણે તેમની સ્થિતિ સતત નાજુક બની રહી હતી. થોડા સમય માટે સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો, પરંતુ ચેપ ફરી ફેલાતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અફઘાન ક્રિકેટના શરૂઆતના નાયક

શાપૂર ઝદરાન (Shapoor Zadran) અફઘાનિસ્તાન ક્રિકેટના શરૂઆતના સફળ ખેલાડીઓમાં સામેલ હતા. તેમની આક્રમક ફાસ્ટ બોલિંગ અને લડાયક સ્વભાવને કારણે તેઓ ટીમના મહત્વના ખેલાડી બન્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ તેમણે અનેક યુવા ક્રિકેટરોને પ્રેરણા આપી હતી.

વર્લ્ડ કપમાં યાદગાર ક્ષણ

શાપૂર ઝદરાનનું નામ અફઘાનિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. 2015 ICC Cricket World Cup દરમિયાન સ્કોટલેન્ડ સામેની ઐતિહાસિક મેચમાં તેમણે અંતિમ ઓવરમાં વિજયી રન બનાવી અફઘાનિસ્તાનને વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત અપાવી હતી. જીત બાદ તેમની ઉજવણી આજે પણ અફઘાન ક્રિકેટની સૌથી યાદગાર ક્ષણોમાં ગણાય છે.

22 વર્ષની કારકિર્દી

શાપૂર ઝદરાને 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાન માટે 44 વનડે અને 36 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2020માં હતી, જ્યારે તેઓ 2022 સુધી સ્થાનિક ક્રિકેટમાં સક્રિય રહ્યા હતા. જાન્યુઆરી 2025માં તેમણે સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

શાપૂર ઝદરાન હવે આ દુનિયામાં નથી, પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket)ને વૈશ્વિક ઓળખ અપાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.


આ પણ વાંચો : અફઘાનિસ્તાન ક્રિકેટને લઇને તાલિબાને લીધો સૌથી ચોંકાવનારો નિર્ણય

આ પણ વાંચો : અફઘાનિસ્તાન ક્રિકેટમાં થયો મોટો ફેરફાર, અઝીઝુલ્લાહ ફઝલી બન્યા કાર્યકારી અધ્યક્ષ

આ પણ વાંચો : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું- ખેલાડીઓના પરિવારો સુરક્ષિત છે અને…