Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગોપી ડેરી નજીક આવેલા ખુલ્લા મેદાન (Cricket Ground Fight)માં યુવકો અને સગીરો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સ્કૂલમાં થયેલા અગાઉના ઝઘડાની અદાવતમાં બની હતી. કેસમાં ત્રણ સગીર સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
Cricket Ground Fight: ક્રિકેટ રમતા મેદાનમાં દંડા અને બેલ્ટ સાથે હુમલો
રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, જીવન જ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનાનો ખાર રાખીને કેટલાક યુવકો અને સગીરો ગોપી ડેરી નજીક આવેલા મેદાન (Cricket Ground Fight)માં પહોંચ્યા, જ્યાં ફરિયાદી અને તેના મિત્રો હાજર હતા.
ફરિયાદ મુજબ, હુમલાખોરોએ ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ લાકડાના દંડા, બેલ્ટ અને ક્રિકેટની વિકેટનો ઉપયોગ કરીને હુમલો કર્યો. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકને વધુ ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
ઘટના દરમિયાન એક આરોપી કાર લઈને આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કારને ઈજાગ્રસ્ત યુવકની આસપાસ ઝડપથી અને સર્પાકાર રીતે ફેરવવામાં આવી હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.
ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્રણ સગીર અને બે યુવકો સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી છે. બાકીના આરોપીઓને શોધવા માટે કાર્યવાહી ચાલુ છે.પોલીસે સમગ્ર ઘટનાના વીડિયો તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી છે. અધિકારીઓનું કહેવું છે કે કેસમાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી, એન્ટ્રી વગર ઘૂસતા ડિલિવરી બોયને ગાર્ડે રોકતા બબાલ
આ પણ વાંચો:અમદાવાદમાં વેજલપુરમાં અસામાજિક તત્વોને જાહેરમાં આતંક, રસ્તા પર થઈ મારામારી
આ પણ વાંચો:અમદાવાદમાં તલવાર-ડંડા વડે મારામારી, અસામાજીક તત્વોનો આતંક ફેલાવતો વીડિયો વાયરલ
