Surat News: સુરતના મોટા વરાછા રોડ પર જાહેર રસ્તા પર પત્ની પર હુમલો કરનાર આરોપી પતિ (Husband Arrested)ને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. ઘટનાનો વીડિયો અને CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી અને પંચનામું કર્યું. આ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
દીકરીને સ્કૂલે મૂકીને પરત ફરતી વખતે થયો હુમલો
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અમરોલી વિસ્તારમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019થી પતિ-પત્ની વચ્ચે મતભેદ હોવાથી બંને અલગ રહે છે અને મામલો ફેમિલી કોર્ટમાં વિચારાધીન છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી ત્યારે મોટા વરાછા રોડ નજીક આરોપી પતિ (Husband Arrested) પોતાની કારમાં ત્યાં પહોંચ્યો હતો.
Husband Arrested: જાહેરમાં હુમલાનો આરોપ
ફરિયાદ મુજબ, બંને વચ્ચે બોલાચાલી બાદ આરોપીએ મહિલા પર હુમલો કર્યો. મહિલાના વાળ ખેંચીને માર માર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કારમાં હાજર બીજી એક મહિલાએ પણ પીડિતાને થપ્પડ મારી હતી.રાહદારીઓ વચ્ચે પડતાં વધુ હુમલો અટક્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
CCTVના આધારે પોલીસનું ત્વરિત એક્શન
સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પીડિતાની ફરિયાદ અને ઉપલબ્ધ પુરાવાના આધારે ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ (Husband Arrested) કરી છે.
ઘટનાસ્થળે લઈ જઈ કરાયું પંચનામું
ધરપકડ બાદ પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ અને તેની હાજરીમાં પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી. આ દરમિયાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં પત્નીની છેડતીનો અંત ખૂનથી, યુવકને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો:કારેલીબાગમાં નશાખોર દંપતીનો પોલીસ પર પથ્થરમારો, LRD જવાન સહિત 2 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, પરિવારની ફાંસીની માંગ
