Amreli News/ અમરેલીના જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં નબળી કામગીરીનો વિવાદ: ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે સાંસદે તપાસ કરી

અમરેલીના જીરા રેલવે સ્ટેશન (Jira Railway Station)ના પ્લેટફોર્મની ગુણવત્તા અંગે ફરિયાદ બાદ સાંસદ ભરત સુતરીયાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. નબળી કામગીરીના આક્ષેપો વચ્ચે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Top Stories Gujarat Others Breaking News
લાત મારતા જ ઉખડ્યું પ્લેટફોર્મનું પ્લાસ્ટર! Jira Railway Stationના કામ પર સવાલો

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા રેલવે સ્ટેશન (Jira Railway Station) પર તાજેતરમાં કરવામાં આવેલા પ્લેટફોર્મ રિનોવેશનના કામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે નબળી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ સ્થળ પર પહોંચી જાતે નિરીક્ષણ કર્યું.

ફરિયાદ બાદ કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મના કેટલાક ભાગોમાં પ્લાસ્ટર ઉખડતું અને સપાટી પર તિરાડો દેખાતી હોવાનું સામે આવ્યું.

ફરિયાદ બાદ સાંસદ પહોંચ્યા સ્થળ પર

મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે (Ramdev Singh Gohil) લેખિત રજૂઆત કરીને રેલવે સ્ટેશન (Jira Railway Station) પર થયેલી કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ફરિયાદના થોડા દિવસો બાદ સાંસદ ભરત સુતરીયા સ્થળ પર પહોંચ્યા અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી.

Jira Railway Station: પ્લેટફોર્મમાં દેખાઈ તિરાડો અને ઉખડતું પ્લાસ્ટર

નિરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મના કેટલાક ભાગોમાં પ્લાસ્ટર સરળતાથી ઉખડી જતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફ્લોરિંગમાં તિરાડો અને કેટલીક જગ્યાએ કપચી તથા મેટલ બહાર દેખાતાં ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે.

એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ

સાંસદ ભરત સુતરીયા (Bharat Sutaria)એ સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે નબળી ગુણવત્તાનું કામ દૂર કરીને નિયમો મુજબ નવી કામગીરી કરાવવાની પણ સૂચના આપી હોવાનું કહેવાય છે.

કરોડોના વિકાસ કામ અંગે ઉઠ્યા સવાલ

ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, આ કામગીરી કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો ભાગ હતી. તેમનો આક્ષેપ છે કે ટેન્ડરની શરતો મુજબ કામ ન થયું હોવા છતાં કોન્ટ્રાક્ટરને ચુકવણી કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


આ પણ વાંચો:દાહોદના ફતેપુરામાં RCC રોડના કામને લઈને વિવાદ, ગ્રામજનોના ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો:7 કરોડનો રોડ કે ભ્રષ્ટાચારનું મોડેલ? રાધનપુરમાં પાણી વચ્ચે બનતા માર્ગને લઈને ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:દાંતીવાડા ભીલાચલમાં ATVT ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ