india news/ દેશભરની શાળાઓમાં સેક્સ એજ્યુકેશન લાવવાની તૈયારી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપી માહિતી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશભરની શાળાઓમાં સેક્સ એજ્યુકેશન (Sex Education) શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

Top Stories India
Sex education

Sex Education: દેશમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય રહેલું સેક્સ એજ્યુકેશન હવે શાળાઓના અભ્યાસક્રમનો ભાગ બની શકે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશભરની શાળાઓમાં વ્યાપક સેક્સ એજ્યુકેશન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ આ અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચ સમક્ષ આ માહિતી આપી હતી. આ દરમિયાન કોર્ટે કિશોર-કિશોરીઓ વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા પ્રેમ સંબંધોના કેસોમાં પોક્સો (POCSO) કાયદાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે નોંધ્યું કે 16થી 18 વર્ષની વયના ઘણા કિશોર-કિશોરીઓ પરસ્પર સંમતિથી સંબંધ બાંધ્યા બાદ ઘર છોડતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં પરિવારજનો કથિત ‘માન-સન્માન’ના નામે તેમની સામે પોક્સો હેઠળ ગુનાની ફરિયાદ નોંધાવે છે.

આ મુદ્દાના અભ્યાસ માટે કેન્દ્ર સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને 26 સભ્યોની સમિતિ રચી હતી. સમિતિને પોક્સો કાયદાના સંદર્ભમાં પરસ્પર સંમતિ ધરાવતા કિશોરોના ગોપનીયતા અને અધિકારો સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સમિતિએ પોતાની ભલામણોમાં શાળાના અભ્યાસક્રમમાં વ્યાપક સેક્સ એજ્યુકેશન, બાળ યૌન શોષણથી સુરક્ષા, શરીર અંગેની જાગૃતિ અને સુરક્ષિત વર્તન જેવા વિષયોનો સમાવેશ કરવાની સલાહ આપી છે. સાથે જ NCERTને આ માટે ખાસ અભ્યાસક્રમ તૈયાર કરવાની ભલામણ કરવામાં આવી છે, જે નવી શિક્ષણ નીતિ (NEP 2020)ને અનુરૂપ હશે.

રિપોર્ટમાં વધુમાં સૂચવાયું છે કે પ્રાથમિક શાળાના સ્તરથી જ આ વિષયો માટે પ્રશિક્ષિત નિષ્ણાત શિક્ષકની નિમણૂક કરવામાં આવે અને અઠવાડિયામાં બે વખત 20 મિનિટના ફરજિયાત સત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે.


આ પણ વાંચો: વિમાન ભાડા મુદ્દે સુપ્રીમ કોર્ટનું સખત વલણ, કેન્દ્રને બે અઠવાડિયામાં નવા નિયમો રજૂ કરવાનો આદેશ

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર ડીઝલ આપવાની લિમિટ નક્કી કરી, 1 દિવસમાં મળશે માત્ર 200 લીટર

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે શૌર્ય પુરસ્કારો માટે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં ઓપરેશન સિંદૂરમાં સામેલ સૈનિકોના નામ પણ શામેલ