Surat News/ સુરતના કામરેજમાં ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, રૂ.1.78 લાખનો મુદ્દામાલ જપ્ત

Illegal Fruit Beer Factory:

Gujrat Top Stories

Surat News:  ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરતાં કામરેજ તાલુકાના ધાતવા ગામમાં ગેરકાયદે રીતે ચલાવવામાં આવતી ફ્રૂટ બીયર બનાવવાની ફેક્ટરીનો (Illegal Fruit Beer Factory) પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા (Surat LCB Raid) દરમિયાન પોલીસે મોટી માત્રામાં તૈયાર ફ્રૂટ બીયર, મશીનરી અને અન્ય સામગ્રી કબજે કરી હતી.

ગેરકાયદે ફ્રૂટ બીયર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં બિનઅધિકૃત રીતે ફ્રૂટ બીયર તૈયાર કરીને તેના પર આકર્ષક લેબલ લગાવી બજારમાં વેચવામાં આવતી હતી. દરોડા દરમિયાન 584 ફ્રૂટ બીયરની બોટલો તેમજ સોડા અને કોલ્ડડ્રિંક બનાવવામાં ઉપયોગમાં લેવાતી મશીનરી મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે રૂ.1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી સીલ કરી દીધી છે.

552 એક્સપાયરી ડેટવાળી બોટલોનો સ્થળ પર જ નાશ કરાયો

તપાસ દરમિયાન સ્થળ પરથી 552 એક્સપાયરી ડેટવાળી બોટલો પણ મળી આવી હતી. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને LCBની ટીમે આ બોટલોનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી

પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ ધનાલાલ ગુર્જર મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફ્રૂટ બીયરનું ઉત્પાદન, સપ્લાય નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: વડોદરા પોક્સો કેસ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ, યુવકની ધરપકડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીમાં ફૂડ પોઈઝનિંગ: ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ, 10થી વધુ કર્મચારીઓ બીમાર

આ પણ વાંચો: વડોદરાના સરકારી આવાસોની દયનીય હાલત: તિરાડો, ગંદકી અને જોખમ વચ્ચે જીવતા 200 પરિવારો