new dilhi/ આસારામે સુપ્રીમ કોર્ટમાં લગાવી ગુહાર : જેલમાંથી બહાર આવવા સ્વાસ્થ્ય અને ઉંમરનો આપ્યો હવાલો, 17 જુલાઈએ થશે સુનાવણ

દુષ્કર્મ કેસમાં જેલ સજા ભોગવી રહેલા આસારામે ખરાબ તબિયત અને વધતી ઉંમરને કારણે વહેલી સુનાવણી અને વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેને કોર્ટે સ્વીકારી છે જેની 17 જુલાઈએ સુનાવણી થશે.

India Breaking News
Asaram

India News: હાલમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામે ફરી એકવાર કાયદાકીય રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અગાઉ અનેક વખત જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હોવા છતાં, વધતી ઉંમર અને સ્વાસ્થ્યના આધારે વહેલી સુનાવણી માટે કરાયેલી વિનંતીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. આગામી દિવસોમાં આ મામલે કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

આસારામે (Asaram)ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે પોતાની જામીન અરજી પર વહેલી સુનાવણી કરવાની માંગ સાથે સર્વોચ્ચ અદાલત (Supreme Court)માં અરજી દાખલ કરી છે. અગાઉ પણ આસારામે અનેક વખત જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેમની અરજીઓને રાહત મળી નહોતી.

વધતી ઉંમર અને નાદુરસ્ત સ્વાસ્થ્યની આડમાં સુનવણી વહેલી કરવા કરી અરજી

આ વખતે આસારામે અરજીમાં પોતાની વધતી ઉંમર અને નાદુરસ્ત સ્વાસ્થ્ય (health issue)નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કોર્ટને જણાવ્યું છે કે તેઓ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેથી તેમને વચગાળાના જામીન (Interim bail)આપવામાં આવે તેમજ તેમની મુખ્ય જામીન અરજી (bail plea)પર વહેલી સુનાવણી કરવામાં આવે તેવી માગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી છે અને આ મામલે આગામી 17 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જોકે, અદાલતે હાલના તબક્કે આસારામને કોઈ રાહત આપી નથી. હવે આગામી સુનાવણી દરમિયાન કોર્ટ તેમની અરજી પર શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર છે.

આસારામ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની ભોગવી રહ્યા સજા 

ઉલ્લેખનીય છે કે આસારામ હાલ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અગાઉ પણ તેઓ સ્વાસ્થ્યના કારણોસર અસ્થાયી જામીન અને અન્ય રાહત માટે વિવિધ અદાલતોમાં અરજીઓ કરી ચૂક્યા છે, પરંતુ મોટા ભાગની અરજીઓ નામંજૂર થઈ હતી. હવે 17 જુલાઈએ થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ આસારામની સ્વાસ્થ્ય સ્થિતિ, રજૂ થયેલા તર્ક અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:આસારામ આશ્રમને ઝટકો, હાઇકોર્ટે 45,000 ચોરસ મીટર જમીન ખાલી કરવાના આદેશ પર મારી મહોર

આ પણ વાંચો:સુરત બળાત્કાર કેસમાં આસારામને 6 મહિનાના જામીન

આ પણ વાંચો:જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?