Surat News/ સુરતના કાપોદ્રામાં પરિવાર પર જીવલેણ હુમલો, મહિલાઓનો પોલીસ સ્ટેશન સુધી ન્યાય માટે કૂચ

Surat Crime News: સુરતના કાપોદ્રાની દીનદયાળ નગર સોસાયટીમાં સામાન્ય બોલાચાલી બાદ પિતા-પુત્રી પર જીવલેણ હુમલો થયો હોવાનો આરોપ. ઘટના CCTVમાં કેદ, મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચી કડક કાર્યવાહીની માંગ કરી.

Gujrat Top Stories

Surat News:  શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગર સોસાયટીમાં (Surat Crime News) કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા એક પરિવાર (Surat Family Attack) પર બે યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતાં પિતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા પિતા અને પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં આરોપીઓ સામે કડક(Surat Crime News) કાર્યવાહી ન થતાં સોસાયટીના રહેવાસીઓમાં અસંતોષ વધ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ એકજૂથ થઈ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સાયકલને લઈને શરૂ થયેલો વિવાદ હુમલામાં ફેરવાયો

પીડિત પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ઘટના ત્યારે બની જ્યારે પરિવારની યુવતી ઘરની બહાર ઘરકામ કરી રહી હતી. તે દરમિયાન સોસાયટીમાં રહેતા બે યુવકો વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. આરોપ છે કે ગુસ્સામાં એક યુવકે સાયકલ જોરથી ફેંકી હતી, જે યુવતીને વાગી હતી.યુવતીના પિતા બહાર આવી આ બાબતે પ્રશ્ન પૂછતા વાત વધુ ઉગ્ર બની ગઈ. પરિવારનો આરોપ છે કે બંને યુવકોએ ઈંટ વડે હુમલો કરીને પિતાને ઈજા પહોંચાડી હતી. જ્યારે પુત્રી પોતાના પિતાને બચાવવા વચ્ચે પડી ત્યારે તેની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી.

પરિવારમાં ભયનો માહોલ, ઘર છોડવાની ફરજ પડી હોવાનો આક્ષેપ

હુમલા બાદ પરિવારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિત પરિવારના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે. જ્યારે પણ તેઓ પોતાના ઘરે પરત જવાનો પ્રયાસ કરે છે ત્યારે આરોપીઓ તરફથી ફરી ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પરિવારના સભ્યોએ જણાવ્યું કે આ સમગ્ર ઘટનાની માનસિક અસર હજુ પણ યથાવત છે અને સુરક્ષાના અભાવે તેઓ સામાન્ય જીવન જીવી શકતા નથી.

સ્થાનિક મહિલાઓએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

સોસાયટીમાં રહેતી અનેક મહિલાઓએ(Surat Crime News) આરોપ લગાવ્યો કે કેટલાક અસામાજિક તત્વો લાંબા સમયથી વિસ્તારમાં દાદાગીરી કરી રહ્યા છે. મહિલાઓના જણાવ્યા મુજબ જાહેરમાં (Women Protest Surat) ગાળો બોલવી, લોકોને ધમકાવવું, રસ્તા પર ઝઘડા કરવું અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરવી જેવી ઘટનાઓ સતત બની રહી છે.સ્થાનિકોએ દાવો કર્યો કે અનેક વખત મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે બાળકો અને મહિલાઓમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે.

CCTVના આધારે તપાસની માંગ, પોલીસે તપાસ શરૂ કરી

રહેવાસીઓએ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ઘટનાના દૃશ્યોમાં સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે છે અને જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓના રજૂઆત બાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળના CCTV ફૂટેજ, સ્થાનિકોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અધિકૃત તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI-ABVP કાર્યકરો વચ્ચે મારામારી, કેમ્પસમાં હંગામો

આ પણ વાંચો: સુરતમાં જીવલેણ હુમલાના 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ, પોલીસે કાયદો-વ્યવસ્થાનો આપ્યો કડક સંદેશ

આ પણ વાંચો: વેરાવળ SMC હુમલા કેસમાં ખોટા નામે FIRનો આક્ષેપ, કોંગ્રેસ MLAએ ગૃહપ્રધાન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો