Breaking News: સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈ-મેલ મારફતે બોમ્બ (Surat Passport Office Bomb Threat)થી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ધમકીની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
Surat Passport Office Bomb Threat: પાસપોર્ટ ઓફિસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સમગ્ર પાસપોર્ટ ઓફિસ અને આસપાસના વિસ્તારનું સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓફિસ પરિસરમાં આવતા-જતા લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી અને દરેક ખૂણાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. હાલ પોલીસે ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની ટેક્નિકલ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમની ટીમ પણ આ મામલે સક્રિય થઈ ગઈ છે અને ઈ-મેલના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
Surat Passport Office Bomb Threat: સુરતમાં સતત બીજી ધમકીથી ચિંતા
નોંધનીય છે કે માત્ર બે દિવસ અગાઉ સુરત કોર્ટને પણ આવી જ પ્રકારની બોમ્બ ધમકી (Surat Passport Office Bomb Threat) મળી હતી. હવે ફરી પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવતી ધમકી મળતાં શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સતત આવી ઘટનાઓને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
હાલ સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ કોઈપણ સંભાવનાને નકારી રહી નથી. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે ટેક્નિકલ તેમજ અન્ય તમામ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી: કચેરી ખાલી કરાઈ, પોલીસ-બોમ્બ સ્ક્વોડે હાથ ધરી તપાસ
આ પણ વાંચો:સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવવાની ધમકી
આ પણ વાંચો:અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટ ખાલી કરાઈ
