Sports News : ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની (India vs England ODI) વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 6 વિકેટે જીત નોંધાવી હતી. મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli Record) બેટથી મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા અને માત્ર 5 રન બનાવીને આઉટ થયા હતા. જોકે આ નાની ઇનિંગ્સ દરમિયાન પણ તેમણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) વર્ષો જૂનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
300મી ODI ઇનિંગમાં ખાસ સિદ્ધિ

ઇંગ્લેન્ડ સામેની આ મેચ વિરાટ કોહલીની 312મી વનડે મેચ અને 300મી ODI ઇનિંગ હતી. રોહિત શર્માની વહેલી વિકેટ પડ્યા બાદ કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા, પરંતુ જોફ્રા આર્ચરની બોલિંગ સામે માત્ર 5 રન બનાવી LBW આઉટ થયા. જોકે આ 5 રન તેના માટે (Virat Kohli Record)ઐતિહાસિક સાબિત થયા.
સચિનનો મોટો રેકોર્ડ તૂટ્યો
વિરાટ કોહલીએ (Virat Kohli Record) પોતાની પ્રથમ 300 ODI ઇનિંગ્સમાં કુલ 14,802 રન પૂર્ણ કર્યા, જે વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા પ્રથમ 300 ઇનિંગ્સમાં બનાવાયેલા સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેણે પોતાની પ્રથમ 300 ODI ઇનિંગ્સમાં 12,015 રન બનાવ્યા હતા.
પ્રથમ 300 ODI ઇનિંગ્સમાં સૌથી વધુ રન
| ખેલાડી | રન |
|---|---|
| વિરાટ કોહલી | 14,802 |
| સચિન તેંડુલકર | 12,015 |
| સૌરવ ગાંગુલી | 11,363 |
| રિકી પોન્ટિંગ | 11,363 |
| જેક કાલિસ | 11,227 |
| રાહુલ દ્રવિડ | 10,506 |
| કુમાર સંગાકારા | 10,218 |
300મી ODI ઇનિંગમાં ખેલાડીઓનો સ્કોર
| ખેલાડી | સ્કોર |
|---|---|
| સચિન તેંડુલકર | 98 |
| કુમાર સંગાકારા | 64 |
| જેક કાલિસ | 47 |
| સનથ જયસૂર્યા | 46 |
| મહેલા જયવર્ધને | 43 |
| ઇન્ઝમામ-ઉલ-હક | 21 |
| શાહિદ આફ્રિદી | 19 |
| રિકી પોન્ટિંગ | 15 |
| વિરાટ કોહલી | 5 |
| સૌરવ ગાંગુલી | 5 |
| તિલકરત્ને દિલશાન | 5 |
| મોહમ્મદ અઝહરુદ્દીન | 2 |
| રાહુલ દ્રવિડ | 1 |
વિરાટ કોહલી આ મેચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હોવા છતાં પોતાની 300મી ODI ઇનિંગમાં સૌથી વધુ કુલ રન બનાવનાર ખેલાડી બની ઇતિહાસ રચવામાં સફળ રહ્યા. આ સિદ્ધિ તેમની લાંબા સમયથી જાળવેલી સ્થિરતા અને વનડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનો વધુ એક પુરાવો માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં બધું ઠીક નથી? વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલથી ચર્ચા તેજ
આ પણ વાંચો: ક્રિકેટ વિશ્વના આદરણીય બેટ્સમેનોમાં સ્થાન પામતા કેન વિલિયમ્સને નિવૃત્તિ જાહેર કરી
