West Bengal News/ મમતા બેનર્જીને વધુ એક ઝટકો,મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Top Stories India
setback-mamata-banerjee-madan-તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

West Bengal News : પશ્ચિમ બંગાળ (West Bengal)ના રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

મદન મિત્રા (Madan Mitra) TMCના અનુભવી નેતાઓમાં ગણાય છે. તેઓ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે અને સંગઠનમાં તેમનો પ્રભાવશાળી દરજ્જો માનવામાં આવે છે. તેમના પક્ષત્યાગને કારણે TMCમાં ચાલી રહેલા આંતરિક અસંતોષને વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંગળવારે રાત્રે મદન મિત્રા અચાનક પૂર્વ ધારાસભ્ય સ્વર્ણકમલ સાહાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારથી જ તેમના પક્ષ બદલવાની અટકળો શરૂ થઈ હતી. સ્વર્ણકમલ સાહાના પુત્ર સંદીપન સાહા ઋતબ્રત બેનર્જી જૂથના મહત્વના નેતા માનવામાં આવે છે. ત્યારબાદ બુધવારે મદન મિત્રાએ વિધાનસભામાં ઋતબ્રત બેનર્જી સાથે મુલાકાત કરી અને બળવાખોર જૂથમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મદન મિત્રા મ્યુનિસિપલ ભરતી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે CBIએ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી, જ્યારે આ વર્ષે EDએ પણ કોલકાતા અને આસપાસના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસના ભાગરૂપે તેમના પરિવારના સભ્યોને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મદન મિત્રાના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળમાં TMCની આંતરિક રાજનીતિ પર અસર પડી શકે છે. આગામી સમયમાં પક્ષની અંદર વધુ ફેરફારો થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો : કલક્તા હાઈકોર્ટમાં CM મમતા બેનરજી સામેના માનહાનિ કેસમાં આજે થશે સુનાવણી, રાજ્યપાલ સીવી આનંદ બોઝે કરી હતી અરજી

આ પણ વાંચો : TMCના વડા મમતા બેનરજીની BJP સાંસદ સાથે મુલાકાત, રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ

આ પણ વાંચો : મમતા બેનરજી ચૂંટણી બાદ સંદેશખાલીની મુલાકાત લેશે, પીડિત મહિલાઓની દુર્દશા મામલે ચિંતા વ્યક્ત કરી