sports news/ ICCનો મોટો નિર્ણય: ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર, જાણો હવે કેવી રીતે રમાશે ટૂર્નામેન્ટ

ICCએ ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટ (ICC World Cup Format)માં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. હવે સુપર-7, એલિમિનેટર અને નવા ગ્રુપ સ્ટેજ સાથે ટૂર્નામેન્ટ વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનશે.

Top Stories Breaking News Sports
ICC World Cup Format: હવે વર્લ્ડ કપમાં દરેક મેચ રહેશે નિર્ણાયક, ICCએ જાહેર કર્યો નવો ફોર્મેટ

Sports News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે (ODI) અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ (ICC World Cup Format)માં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ ટૂર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનાવવાનો છે. નવા ફોર્મેટ (ICC World Cup Format) હેઠળ શરૂઆતથી જ દરેક મેચનું મહત્વ વધશે અને નોકઆઉટ સુધીની સફર વધુ પડકારજનક બનશે. ICCના મતે, આ બદલાવથી ચાહકોને વધુ રોમાંચક ક્રિકેટ જોવા મળશે અને ઉભરતી ટીમોને પણ પોતાની પ્રતિભા બતાવવાની વધુ સારી તક મળશે.

ODI વર્લ્ડ કપમાં શું બદલાશે?

આગામી ODI વર્લ્ડ કપમાં અગાઉની જેમ કુલ 14 ટીમો ભાગ લેશે, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત નવા સુપર સીરિઝ ક્વોલિફિકેશન રાઉન્ડથી થશે. ICC રેન્કિંગમાં સૌથી નીચે રહેલી ત્રણ ટીમો વચ્ચે આ રાઉન્ડ રમાશે, જેમાંથી માત્ર એક જ ટીમ મુખ્ય ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવશે, જ્યારે બાકીની બે ટીમો બહાર થઈ જશે.

ત્યારબાદ કુલ 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો સીધી આગળ વધશે, જ્યારે બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક ટીમને પણ આગળ વધવાની તક મળશે. આ રીતે કુલ સાત ટીમો સુપર-7 સ્ટેજમાં પહોંચશે.સુપર-7 તબક્કામાં તમામ સાત ટીમો એકબીજા સામે રમશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને ત્યાર પછી ફાઇનલ સુધીની નોકઆઉટ મેચો રમાશે.

T20 વર્લ્ડ કપમાં પણ નવા નિયમો

ICCએ ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ (ICC World Cup Format)માં પણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર-ચાર ટીમોના પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો આગળ વધીને કુલ 10 ટીમો સુપર-10 સ્ટેજમાં પહોંચશે.સુપર-10માં આ 10 ટીમોને પાંચ-પાંચ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં પ્રથમ સ્થાને રહેલી ટીમો સીધી સેમિફાઇનલમાં પહોંચશે.

ICC World Cup Format: એલિમિનેટરથી વધશે રોમાંચ

નવી સિસ્ટમ હેઠળ સેમિફાઇનલની બાકીની બે ટિકિટ માટે એલિમિનેટર મેચો રમાશે. ગ્રુપ Aની બીજા ક્રમે રહેલી ટીમ ગ્રુપ Bની ત્રીજા ક્રમે રહેલી ટીમ સામે રમશે, જ્યારે ગ્રુપ Bની બીજા ક્રમે રહેલી ટીમ ગ્રુપ Aની ત્રીજા ક્રમે રહેલી ટીમ સામે ટક્કર લેશે. આ બંને મેચના વિજેતાઓ સેમિફાઇનલમાં સ્થાન બનાવશે.

ICCનું માનવું છે કે નવા ફોર્મેટ (ICC World Cup Format)થી દરેક મેચનું મહત્વ વધશે, સ્પર્ધા વધુ કઠિન બનશે અને સમગ્ર ટૂર્નામેન્ટ અગાઉ કરતાં વધુ રસપ્રદ બનશે. નવા નિયમો બાદ ભારત અને પાકિસ્તાન જેવી મોટી ટીમો વચ્ચે એકથી વધુ મુકાબલા થવાની સંભાવના પણ વધી શકે છે, જે ક્રિકેટપ્રેમીઓ માટે વધુ રોમાંચક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો:વૈભવ સૂર્યવંશી વિવાદમાં, ICCના રડાર પર આવ્યો યુવા સ્ટાર

આ પણ વાંચો:ICCએ ક્રિકેટ કેનેડાનું ફંડિંગ 6 મહિના માટે રોક્યું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આરોપોથી ખળભળાટ

આ પણ વાંચો:ICC T20 વર્લ્ડ કપ 2026ની સેમી ફાઇનલમાં ભારતની ઇંગ્લેન્ડ સામે આજે ટક્કર