india news/ ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું ઐતિહાસિક લોન્ચિંગ સફળ: કલામ-સારાભાઈ-સીવી રામનની સુવર્ણ કૃતિ પણ અવકાશમાં મોકલાઈ

હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે દેશનો પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ (Vikram 1)સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો. શ્રીહરિકોટાથી બપોરે 12:05 વાગ્યે થયેલા આ પ્રક્ષેપણમાં રોકેટે 450 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની નીચલી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો.

Top Stories India Breaking News
Vikram1

India News: ભારતના સ્પેસ સેક્ટરમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે દેશનો પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે.

ભારતે રચ્યો નવો ઇતિહાસ- ‘વિક્રમ-1’ (Vikram 1)નું સફળ પ્રક્ષેપણ

સ્કાયરૂટ એરોસ્પેસે 18 જુલાઈએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ‘વિક્રમ-1’નું સફળ પ્રક્ષેપણ કર્યું. શરૂઆતમાં લોન્ચિંગનો સમય સવારે 11:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ ક્ષણોમાં ટેક્નિકલ ચકાસણીને કારણે કાઉન્ટડાઉન થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 12:05 વાગ્યે રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ મિશનનું નામ ‘મિશન આગમન રાખવામાં આવ્યું હતું, જે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર (India Private Rocket)માટે એક નવા અધ્યાયનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.

450 કિમીની કક્ષામાં પહોંચ્યો ‘વિક્રમ 1’

2022માં સ્કાયરૂટે ‘વિક્રમ-S’ નામનો સબ-ઓર્બિટલ રોકેટ લોન્ચ કર્યો હતો, જે માત્ર 89.5 કિલોમીટર સુધી પહોંચ્યો હતો. જોકે ‘વિક્રમ-1’ સંપૂર્ણ ઓર્બિટલ ક્લાસ રોકેટ છે. આ રોકેટે સફળતાપૂર્વક 450 કિમી × 450 કિમીની લો અર્થ ઓર્બિટ (LEO) માં પ્રવેશ કર્યો. તેની પેલોડ ક્ષમતા આશરે 350 કિલોગ્રામ છે, જેના કારણે ભવિષ્યમાં નાના અને મધ્યમ કદના સેટેલાઇટ્સને વ્યાવસાયિક રીતે અવકાશમાં સ્થાપિત કરી શકાશે.

અવકાશમાં પહોંચ્યાં કલામ, સારાભાઈ અને સી.વી. રામનની સુવર્ણ કૃતિ

‘મિશન આગમન’નું સૌથી અનોખું આકર્ષણ વૈજ્ઞાનિકોને અપાયેલી શ્રદ્ધાંજલિ રહ્યું. રોકેટમાં 18 કેરેટ સોનાથી બનેલું નાનું આર્ટ પીસ મોકલવામાં આવ્યું, જેમાં ભારતના મહાન વૈજ્ઞાનિકો ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (APJ Abdul Kalam), ડૉ. વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)અને સર સી.વી. રામન (CV Raman)ની સૂક્ષ્મ પ્રતિમાઓ કોતરવામાં આવી હતી. તે ઉપરાંત Cosmos Diamonds દ્વારા તૈયાર કરાયેલી ‘Cosmic Bloom’ કૃતિ પણ અવકાશમાં મોકલાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના હસ્તલેખમાં લખાયેલું ‘વંદે માતરમ’ શબ્દો ધરાવતું પોસ્ટકાર્ડ પણ આ મિશનનો ભાગ બન્યું.

ભારતના સ્પેસ સેક્ટર માટે કેમ મહત્વપૂર્ણ છે આ સફળતા?

સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના વર્ષ 2018માં પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકાએ કરી હતી. કંપનીનો હેતુ ઓછા ખર્ચે, ઝડપી અને વિશ્વસનીય સેટેલાઇટ લોન્ચિંગ સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. આ સફળતા બાદ ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રને અનેક ફાયદા થવાની શક્યતા છે.

ખાનગી કંપનીઓ માટે વૈશ્વિક લોન્ચિંગ માર્કેટના દરવાજા ખુલશે.

વિદેશી સેટેલાઇટ ઓપરેટર્સ માટે ભારત આકર્ષક લોન્ચિંગ હબ બની શકે છે.

સ્ટાર્ટઅપ્સ, રોકાણ અને રોજગારીમાં વધારો થશે.

ભારતની સ્પેસ ઇકોનોમીને નવી ગતિ મળશે.

ISRO સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધુ મજબૂત બનશે.

સ્કાયરૂટ તાજેતરમાં ભારતની પ્રથમ સ્પેસ-ટેક યુનિકોર્ન કંપની તરીકે પણ ઓળખ મેળવી ચૂકી છે.


આ પણ વાંચો:ISRO 2028માં અવકાશ મથકનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કરશે