Surat News/ Instagramની મિત્રતા સગીરાને પડી ભારે! લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મનો આરોપ

સુરતના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ (Minor Rape Case) આચર્યાના આરોપમાં ફરાર કૈફ શેખની પોલીસે ધરપકડ કરી. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.

Top Stories Gujarat Surat Breaking News
Minor Rape Case: સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી જે થયું તે ચોંકાવનારું!

Surat News: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સગીરા સાથે કથિત દુષ્કર્મ (Minor  Rape Case)ના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) મારફતે સગીરા સાથે સંપર્ક સાધ્યો હતો અને લગ્નનું વચન આપીને વિશ્વાસમાં લીધા બાદ તેના પર દુષ્કર્મ (Minor  Rape Case) આચર્યાનો આરોપ છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પરથી શરૂ થઈ ઓળખ

પોલીસ તપાસ મુજબ આરોપી કૈફ શેખ, જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી છે, તેણે ઇન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા સગીરા સાથે મિત્રતા કરી હતી. સમય જતાં બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. આરોપ છે કે ત્યારબાદ તેણે લગ્ન કરવાની લાલચ આપી સગીરાનો વિશ્વાસ જીત્યો અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ (Minor  Rape Case) આચર્યું. પીડિતાએ આ અંગે કોઈને જાણ ન કરે તે માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Minor  Rape Case: ફરિયાદ બાદ આરોપી ફરાર

ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ આરોપી સતત સ્થળ બદલીને ફરાર રહેવાનો પ્રયાસ કરતો હતો.

સર્વેલન્સ અને બાતમીથી મળી સફળતા

લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મારૂતીનગર સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી અને આરોપી કૈફ શેખને ઝડપી પાડ્યો હતો.

વધુ તપાસ ચાલુ

હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ હવે કેસના અન્ય પાસાઓ, સંભવિત પુરાવાઓ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. પોલીસે વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નજર રાખે અને અજાણ્યા લોકો સાથે સંપર્ક અંગે સાવચેત રહે.


આ પણ વાંચો:લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ! 18 તોલા સોનું અને ₹19.91 લાખની ઠગાઈ, આરોપી ફરાર

આ પણ વાંચો:લગ્નની લાલચ, માંગમાં સિંદૂર અને પછી દગો! સુરતમાં એડવોકેટે મહિલા વકીલ સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:મહેસાણામાં યુવકે લગ્નની લાલચ આપી ગાયક કલાકાર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ