America/ પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતામાં વધારો, ટ્રમ્પ ગુપ્ત માહિતી વેચી શકે છે અથવા….

ટ્રમ્પ પાસે પ્રમુખ તરીકે ઘણી અત્યંત ગુપ્ત માહિતી છે. આમાં પરમાણુ શસ્ત્રોનું લોકાર્પણ, ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ક્ષમતાઓ, અન્ય દેશોમાં યુ.એસ. વ્યૂહાત્મક મથકોથી સંબંધિત તમામ માહિતી, અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીના વિકાસની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે

Top Stories World

અમેરિકામાં, જો બિડેને  ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે દેશને સંબોધન કર્યું હશે, પરંતુ સત્તાનું સસ્પેન્સ હજુ વધવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં પાછળ પડવા છતાં વ્હાઇટ હાઉસ છોડ્યું થી.  પરંતુ કેટલાક ઘટના ક્રમ એવા સર્જાયા છે કે, અમેરિકીના ભૂતપૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતા વધી રહી છે. તેઓને ડર છે કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડતા પહેલા અથવા તેમના વ્યવસાયમાં નફા માટે ગુપ્ત સુરક્ષા માહિતીને જાહેર કરી શકે છે અથવા વેચી શકે છે.

AMERICA / બિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં 20 ભારતીય, ટ્રમ્પ વહીવટમાંથી સ…

ટ્રમ્પ પાસે પ્રમુખ તરીકે ઘણી અત્યંત ગુપ્ત માહિતી છે. આમાં પરમાણુ શસ્ત્રોનું લોકાર્પણ, ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ક્ષમતાઓ, અન્ય દેશોમાં યુ.એસ. વ્યૂહાત્મક મથકોથી સંબંધિત તમામ માહિતી, અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીના વિકાસની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. પૂર્વ અધિકારીઓના જણાવ્યા મુજબ આ માહિતી પ્રત્યે ટ્રમ્પનું વલણ અત્યાર સુધીમાં ખૂબ જ ગેરવાજબી છે.

Trump explains why he struck Syria, weighs in on North Korea, the economy in  100th day interview - Business Insider

ખુલાસો / સીઆઈએનો સનસનીખેજ ખુલાસો, રશિયા ચીન પરમાણુ પર હુમલો કરનાર હતો…

ગુપ્તચર એજન્સી સીઆઈએના ભૂતપૂર્વ અધિકારી ડેવિડ પ્રિયસે કહ્યું હતું કે “કોઈ પણ વ્યક્તિ ગુસ્સો, અસંતોષ અથવા દુ:ખી હોય તે જોખમી હોય છે, તે કોઈપણ પગલું ભરી શકે છે. અને તે રાષ્ટ્પતિ જેવા હોદ્દા પર હોય ત્યારે જોખમ વધી જાય છે. ટ્રમ્પ  ઉપર કરોડો ડોલરનું દેવું ચઢી ગયું છે. જેના કારણે તે ભારે દબાણમાં છે. તેમનો અસંતોષ પણ વધી રહ્યો છે.

પ્રવાસ / સરહદી વિકાસ મહોત્સવ-2020 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભ…

ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી લેરી ફાઇઝર અને સીઆઈએના ડિરેક્ટર જનરલ માઇકલ વી. હેડન, જે સીઆઈએના ડિરેક્ટર જનરલના સ્ટાફ પર છે, કહે છે: “તે લોકો (રાષ્ટ્રપતિ અથવા તેમની સાથે ટોચનાં પદ પરનાં અન્ય લોકો) હંમેશા સલામતી અને ગુપ્તચર અધિકારીઓની ચિંતાનો વિષય રહ્યા છે.

oath ceremony / ફરી નીતીશ સરકાર! 16 નવેમ્બરના રોજ લઇ શકે છે મુખ્યમંત્રીના શપ…

ચૂંટણી હાર્યા બાદ પણ ટ્રમ્પની વ્યસ્તતા

આ સિવાય અહીં અનેક શ્રેણીબદ્ધ ઘટનાઓ બની રહી છે, જે ભયજનક સંકેતો બતાવી રહી છે. ઉદાહરણ તરીકે, તે સામાન્ય માન્યતા છે કે ચૂંટણી ય બાદ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ  વ્યસ્તતા ઓછી થાય છે જયારે ત્રમ્પના કિસ્સામાં વ્યસ્તતા વધી ગઈ છે.

Reality check: Trump's claims on immigrants and crime - Axios

તે વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નથી. ઉપરથી તેમણે એક સપ્તાહમાં યુ.એસ. સૈન્યના મુખ્ય મથક પેન્ટાગોનમાંથી ઘણા વરિષ્ઠ અધિકારીઓને હટાવ્યા છે અને તેમની જગ્યાએ તેમના વફાદારોને મુક્યા છે.  સંરક્ષણ પ્રધાન પણ બદલ્યા છે. આ રીતે તેઓ વહીવટ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે.

તેઓ વ્હાઇટ હાઉસની બહાર કોઈ પ્રસંગ અથવા કોઈ સહેલગાહ માટે નથી નીકળ્યા, ઉપરાંત  બીજી તરફ તેની ટીમ પણ નાણાં એકત્ર કરવાના અભિયાનમાં લાગી છે. સંકેતો સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં નવી શક્તિ સંઘર્ષ શરૂ થશે. આ દરમિયાન ટ્રમ્પને પેન્સિલવેનિયાથી પણ આંચકો લાગ્યો છે.

Why Making Fun of President Trump's Style Is a Win for Women | Glamour

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સના કર્મચારી હોપકિન્સે કબૂલ્યું છે કે તેણે મેલ-ઇન વોટ (ઇમેઇલ દ્વારા વોટ) વિશે કાવતરાં આક્ષેપો કર્યા છે. હોપકિન્સે સૌ પ્રથમ તેને મેલ-ઇન મતદાનમાં અનિયમિતતા હોવાનો આરોપ સોગંદનામું આપ્યું હતું.

ટ્રમ્પ અને તેમની ટીમે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તેને મોટો મુદ્દો બનાવ્યો હતો. આ મતોને અમાન્ય ગણાવીને ટ્રમ્પ પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. જો કે સોમવારે હોપકિન્સે આ કેસની તપાસ કરતી વખતે આક્ષેપોને નકારી દીધા હતા. આનાથી ટ્રમ્પ અને તેના દાવાને નબળા પડી ગયા છે.

ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે

યુ.એસ. માં, કોઈપણ વ્યક્તિ બે વાર રાષ્ટ્રપતિ બની શકે છે. પછી ભલે તે સતત હોય કે ન હોય. જો સૂત્રોનું માનવું હોય તો, ટ્રમ્પ એવી સંભાવના પર પણ કામ કરી રહ્યા છે કે જો તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી હટશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી ન થવી જોઇએ. તે સારી રીતે જાણે છે કે તેની વધેલી સંપત્તિ, કરચોરી, મહિલાઓ સાથેના ગેરકાયદેસર સંબંધો, ચૂંટણી પ્રચારમાં આર્થિક કાયદાઓનું ઉલ્લંઘન વગેરેના વિવિધ આક્ષેપો છે.

ભવિષ્યમાં આની તપાસ થઈ શકે છે. રાષ્ટ્રપતિ પદ પરથી હટાવ્યા બાદ તેમણે બંધારણીય સંરક્ષણ પણ નહિ મળે. આવી સ્થિતિમાં, તેમને પોતાને બચાવવા માટે પૈસાની પણ જરૂર પડી શકે છે. તેથી, તેમની સાથે સંકળાયેલી આશંકાઓને પણ સંપૂર્ણ પાયાવિહોણા માનવામાં આવતી નથી.

સર્વે: 79% અમેરિકનો ઇચ્છે છે કે ટ્રમ્પ હવે પરાજયને સ્વીકારે

અમેરિકન જનતા માનવા માંડી છે કે ટ્રમ્પે હાર માની લેવી જોઈએ. રોઇટર્સ / ઇએસપીએસએસના મતદાનમાં 79% લોકોએ કહ્યું કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડી દેવું જોઈએ.