Morbi News/ ટંકારાના આલીશાન બંગલામાં ચાલતું લાખો રૂપિયાનો જુગારધામ ઝડપાયું, રૂ.44.76 લાખનો મુદ્દામાલ જપ્ત

Tankara Gambling Den: ટંકારાના ઓમ વિલા બંગલામાં પોલીસના દરોડામાં 9 જુગારીઓ ઝડપાયા. ₹24.30 લાખ રોકડ સહિત કુલ ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ તપાસ શરૂ

Gujrat Top Stories

Morbi News: ટંકારા તાલુકામાં બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ધુનડા-સજ્જપર રોડ પર આવેલા એક આલીશાન બંગલામાં (Tankara Gambling Den) દરોડો પાડી પોલીસે નવ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન રોકડ રકમ, લક્ઝુરિયસ કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.44.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બાતમીના આધારે પાડ્યો દરોડો

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ટંકારાના ધુનડા-સજ્જપર રોડ પર આવેલા ‘ઓમ વિલા’ બંગલોઝમાં (Om Villa Bungalow ) છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. માહિતીની ખાતરી કર્યા બાદ બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આયોજનબદ્ધ રીતે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા સમયે અનેક લોકો જુગાર રમવામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી 9 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

રૂ.24.30 લાખની રોકડ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન (Tankara Gambling Den) પોલીસે સ્થળ પરથી રૂ.24.30 લાખની રોકડ રકમ, બે લક્ઝુરિયસ કાર, મોબાઈલ ફોન અને જુગારમાં ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી મળી કુલ રૂ.44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આટલી મોટી રકમના જુગારના પર્દાફાશથી વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે.

તમામ 9 જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

પોલીસે ઝડપી પાડેલા તમામ 9 આરોપીઓને વધુ તપાસ માટે ટંકારા પોલીસને સોંપ્યા છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે જુગારધારા (Tankara Gambling Den)  હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચની (Border Range Crime Branch) ટીમે દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 9 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં હાર્દિક માકાસણા (હળવદ), જયેશ પડસુંબીયા (મોરબી), ઉત્તમ ધુમલિયા (મોરબી), નરોતમ ફેફર (મોરબી), અરવિંદ ભીમાણી (ધ્રોલ), રાજેશ ભીમાણી (ટંકારા), ચેતન ચિકાણી (મોરબી), જીગ્નેશ કાચરોલા (મોરબી) અને દેવશંકર શિતાણી (મોરબી)નો સમાવેશ થાય છે.

બંગલો બન્યો હતો જુગારનું અડ્ડું

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય લોકોની નજરથી દૂર રહેવા માટે (Gujarat Police Raid)  આલીશાન બંગલાનો ઉપયોગ જુગાર રમાડવા માટે કરવામાં આવતો હતો. જોકે, પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને સતર્ક કામગીરીના કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.

પોલીસે નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી

હાલ પોલીસે માત્ર જુગારીઓની ધરપકડ કરીને કાર્યવાહી પૂરતી મર્યાદિત રાખી નથી, પરંતુ આ જુગારધામનું સંચાલન કોણ કરતું હતું, બંગલાના માલિકની ભૂમિકા શું છે અને આ સમગ્ર નેટવર્ક (Gambling Racket )અન્ય વિસ્તારો સુધી ફેલાયેલું છે કે નહીં, તે દિશામાં પણ સઘન તપાસ શરૂ કરી છે.પોલીસનું માનવું છે કે આવી કાર્યવાહીથી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાય છે અને સામાજિક દૂષણ સામે કડક સંદેશો જશે.


આ પણ વાંચો: શ્રીમંત મહિલાઓ દ્વારા ચલાવાતું હાઈ-પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

આ પણ વાંચો: બોટાદના ગઢડામાં મંદિરમાંથી જુગારધામ ઝડપાયું

આ પણ વાંચો: મહુવા ટાઉનમાં LCBની મોટી કાર્યવાહી, જુગારધામ પર રેઇડ, 5 શકુનિઓ ઝડપાયા